VIDEO: અમદાવાદ: ધોલેરા પંથકમાં ભારે પૂર, ગામડાઓ બેટમાં ફેરવાયા
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં વરસાદના કારણે આનંદપુર, બૂરાનપુર અને વણી તળાવ સહિતના ગામડાઓ પાણીમાં ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. ધંધુકા ડિવિઝનના ડીએસપી આસ્તા રાણા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પોલીસના કાફલાએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે. મહિલા ડીવાયએસપી પણ બોટમાં બેસીને ફસાયેલા લોકો સુધી પહોંચીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોડાયા છે. અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હજુ પણ ઘણા લોકોને સમજાવીને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

