VIDEO: અમદાવાદ: બહેરામપુરામાં જમીન વિવાદમાં જૂથ અથડામણ અને પથ્થરમારો
સોર્સ : gstv
અમદાવાદના બહેરામપુરા પોલીસ ચોકી પાછળ પ્રોપર્ટીના વિવાદમાં બે જૂથો સામસામે આવી જતાં ભયાનક પથ્થરમારો થયો હતો. આ હિંસક ઘટનામાં આસપાસ પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ બંને પક્ષો ફરિયાદ નોંધાવવા દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા... પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

