Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad / Gota hit and run case busted, 200 CCTVs checked, police nab car driver

VIDEO: Ahmedabad / ગોતા હિટ એન્ડ રન કેસનો પર્દાફાશ, 200 CCTV તપાસી પોલીસે કાર ચાલકને ઝડપ્યો

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ગોતા વિસ્તારમાં સર્જાયેલા હિટ એન્ડ રન કેસનો સોલા હાઇકોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અકસ્માતના શંકાસ્પદ રૂટ પરના આશરે 200 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને પોલીસે 29 વર્ષીય કાર ચાલકની ધરપકડ કરી છે તેમજ અકસ્માતમાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

App Store

22મી ઓગસ્ટે અકસ્માત સર્જાયો હતો

મળતી માહિતી અનુસાર, ગત 22મી ઓગસ્ટની રાતે ગોતા વિસ્તારમાં વોડાફોન ટાવર નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા એક એક્ટિવાને સામેથી આવતી એક પૂરપાટ ઝડપી કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારચાલક ઇજાગ્રસ્તોને મદદ કરવા રોકાયા વિના ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા મોટર વાહન અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે પણ આ કેસની સમાંતર તપાસ શરૂ કરી હતી. તપાસ ટીમે ઘટનાસ્થળ અને શંકાસ્પદ વાહનની અવરજવર વાળા માર્ગો પરના આશરે 200 સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ્સની ઝીણવટભરી ચકાસણી કરી હતી.

સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો)ની મદદથી પોલીસને શંકાસ્પદ કાર અને તેના ચાલકની ભાળ મળી હતી. પોલીસે ચાણક્યપુરીના માધવ ગાર્ડન પાસે રહેતા 29 વર્ષીય આરોપી કિશન ઉર્ફે પોચીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યાનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ અકસ્માતમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતમાં વપરાયેલી કાર કબજે લીધી હતી. સોલા હાઇકોર્ટ પોલીસે સીસીટીવી વિશ્લેષણ અને બાતમીદારોના નેટવર્કથી આ કેસ ઉકેલ્યો હતો.