Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad District Health Department is equipped, ORS and ice pack facilities will be available at every booth

VIDEO/ સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ, દરેક બૂથ પર મળશે ORS અને આઈસ પેકની સુવિધા

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન દરમિયાન મતદારો અને કર્મચારીઓની સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગે સજ્જ આયોજન કર્યું છે. કલેક્ટરની સૂચના મુજબ, જિલ્લાની ૧૯ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગરમીના પ્રકોપને જોતા દરેક બૂથ પર ORS પાઉચ અને આઈસ પેકની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. અમદાવાદ જિલ્લામાં ૧૨૦૦થી વધુ હેલ્થ ટીમો ડિસ્પેચ સેન્ટરથી લઈને સ્ટ્રોંગ રૂમ સુધી તૈનાત રહેશે. સિવિલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર વધારાના બેડ અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ચૂંટણી કર્મચારીઓને ઈમરજન્સી સારવાર અને ORS બનાવવા અંગે વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.  

App Store