VIDEO: અમદાવાદ ચંડોળા ડિમોલિશન, મકાન મેળવવા માટે 2,231 અરજદારો પૈકી માત્ર 413 જ પુરાવવા મુજબ બે દસ્તાવેજ રજૂ કરી શક્યા
સોર્સ : gstv
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું તળાવમાં રહેતા લોકોને મકાન આપવા માટે સ્પેશિયલ કેસમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે...અધિકારીઓના જણાવ્યા અનુસાર 2 હજાર 231 લોકોએ મકાન માટે ફોર્મ ભર્યા હતા. 2010ની મકાન પોલિસી અનુસાર સ્પેશિયલ કેસમાં આ લોકોને મકાન આપવામાં આવશે. તેમાંથી માત્ર 413 લોકો જ પોતાના બે ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યા છે, જ્યારે 874 લોકોએ માત્ર એક જ પુરાવો રજૂ કર્યો છે. બાકીના અરજદારોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે....

