VIDEO: અમદાવાદ : નરોડામાં લોડિંગ રીક્ષામાંથી સીસીટીવી-હાર્ડ ડિસ્ક તસ્કરો ચોરી ગયા
સોર્સ : gstv
અમદાવાદના નરોડા પાટિયા પાસે ટ્રાફિકનો ગેરલાભ ઉઠાવી ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. ટ્રાફિક જામ દરમિયાન લોડિંગ રિક્ષા ઊભી રહેતાં જ એક અજાણ્યો શખ્સ તેમાં મુકેલો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ ગયો હતો. ચોર રિક્ષામાંથી સીસીટીવી કેમેરા અને હાર્ડ ડિસ્ક સહિતની સામગ્રી લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધીને ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

