VIDEO: અમદાવાદ: પતિના આડા સંબંધનો વિરોધ કરનાર પત્ની પર અત્યાચાર
સોર્સ : gstv
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક પરિણીતાએ પતિના અનૈતિક સંબંધોનો વિરોધ કરતાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતિના મોબાઈલમાં અન્ય મહિલા સાથેના મેસેજ જોઈ જતાં વિવાદ શરૂ થયો હતો. શાસ્ત્રીનગર ગાર્ડન પાસે પત્ની અને સસરાએ પતિને અન્ય સ્ત્રી સાથે રંગે હાથે ઝડપી પાડતા ભારે બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મારપીટ કરી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. સાસુએ પણ પુત્રનો પક્ષ લઈને પુત્રવધૂને ત્રાસ આપ્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.

