Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmadabad News: Kankaria Carnival grandly organized, more than five lakh visitors arrived in the last four days

Ahmadabad News: કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન, છેલ્લા ચાર દિવસમાં પાંચ લાખ કરતાં વધુ મુલાકાતીઓ પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં 25થી 31 ડિસેમ્બર સુધી મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં અહીં પાંચ લાખ કરતાં વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. અને 31 ડિસેમ્બર સુધીમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે.

App Store

ખાસ કરીને શનિ અને રવિવારના દિવસે 1,00,000 કરતા વધુ લોકો મુલાકાતે આવતા ગેટ બંધ કરવાની ફરજ પડી ગઈ હતી. કાર્નિવલમાં ભારે ભીડ હોય છે, આ કારણે અહીં બાળકો પણ વિખુટા પડી જતા હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં 52 બાળકો પોતાના માતા-પિતાથી વિખુટા પડી ગયા હતા. જેને સીસીટીવી અને અન્ય સિસ્ટમ દ્વારા માતા-પિતા સુધી પહોંચાડવામાં આવ્યા છે. તો એક iphone અને બે પર્સ પણ ગુમ થયા હતા, જે તેના માલિકને પરત કરવામાં આવ્યા છે. AMCના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ આ વિશે વધુ માહિતી જણાવી છે.