VIDEO: આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં એક્શન: ફૂડ વિભાગના ૩ સુપરવાઈઝરની કરાઈ તાત્કાલિક બદલી!
સોર્સ : gstv
આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં કાચ નીકળવાની ઘટનાને શાળા પ્રશાસને ગંભીરતાથી લઈ ફૂડ વિભાગના ત્રણ સુપરવાઈઝરની તાત્કાલિક બદલી કરી દીધી છે. શાળાએ વાલીઓ સાથે રહીને પૂર્ણ સપોર્ટ કરવાની ખાતરી આપી છે, જ્યારે કાચના ટુકડા અંગે ઈન્ટર્નલ તપાસ ચાલી રહી છે તેમજ નવી ટીમ આવ્યા બાદ બે દિવસમાં કેન્ટીન પુનઃ શરૂ કરાશે. ઘટના બાદ DEO અને પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા પ્રશાસને તૈયારી દર્શાવી છે. મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે તમામ કેમ્પસ હેડ હાજર હતા અને ટ્રાવેલિંગમાં ગયેલા ડિરેક્ટર પરત આવ્યા બાદ પુસ્તક વિવાદ સહિતના મુદ્દાઓ પર ટૂંક સમયમાં પ્રેસને માહિતી આપવામાં આવશે.

