Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Accused Samir Khan, alias S.K. Bapu, caught selling cheap liquor filled in expensive brand bottles.

VIDEO: સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડમાં ભરી વેચતો આરોપી સમીરખાન ઉર્ફે એસ.કે.બાપુ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સરખેજ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફતેવાડી કેનાલ પાસે આવેલા સોનાપાર્કના એક મકાનમાંથી કુખ્યાત આરોપી સમીરખાન ઉર્ફે એસ.કે.બાપુને ઝડપી પાડ્યો છે. આરોપી સસ્તા વિદેશી દારૂને બ્રાન્ડેડ ખાલી બોટલોમાં ભરી, તેના પર નકલી બુચ અને સ્ટીકર લગાડીને ગ્રાહકો પાસેથી મૂળ કિંમત કરતાં ૫ થી ૧૦ ગણી વધુ રકમ વસૂલી છેતરપિંડી આચરતો હતો. દરોડા દરમિયાન પોલીસે ૧૭૪ બ્રાન્ડેડ બોટલો, ૯૬ બિયર ટીન, ખાલી બોટલો, બુચ અને સ્ટીકરો મળી કુલ રૂ. ૨.૫૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આ આરોપી સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store