VIDEO: આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી જેલ હવાલે
સોર્સ : gstv
અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મવીરસિંહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ધરપકડ બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં રવિવારે પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત આરોપી છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સારવાર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પોલીસે પાંચ મુદ્દાના આધારે આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ગુનાની ગંભીરતા, પૂર્વ કાવતરું, આર્થિક મદદ અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ માટે પોલીસ કસ્ટડી જરૂરી હોવાનું રજૂ કરાયું હતું. જોકે, કોર્ટે રિમાન્ડની માંગ નામંજૂર કરી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

