VIDEO: અમદાવાદની રથયાત્રા પહેલા હથિયારો સાથે ઝડપાયો આરોપી
સોર્સ : gstv
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ગુપ્ત બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે શહેરના નારોલ વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ મોહંમદ સિદ્દીક ઉર્ફે કાન્ચા તરીકે થઈ છે. પોલીસે જ્યારે તેની ઝડતી લીધી ત્યારે તેની પાસેથી મેગેઝીન સાથેની એક દેશી બનાવટની પિસ્તલ અને એક તમંચો મળી આવ્યા હતા. આ સિવાય પોલીસે તેની પાસેથી હથિયારોમાં વપરાતા ૨ જીવતા કારતુસ અને ૨ મોબાઈલ ફોન સહિત કુલ ૪૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદમાં રથયાત્રા નિકળે તે પહેલા ઘાતક હથિયારો સાથે આ આરોપીને ઝડપી લેવાયો છે.

