Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Thousands of Ayurvedic medicines thrown in Ahmedabad's Sabarmati river bed: Huge outrage

VIDEO: અમદાવાદની સાબરમતી નદીના પટમાં હજારોની સંખ્યામાં ફેંકાઈ આયુર્વેદિક દવાઓ: ભારે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. નદીના પટમાં કોઈ અજાણ્યા તત્વો દ્વારા હજારોની સંખ્યામાં આયુર્વેદિક દવાઓ, ક્રીમ અને સિરપની બોટલો ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે. જાહેરમાં આ પ્રકારે મેડિકલ વેસ્ટનો નિકાલ થતાં સ્થાનિક લોકોમાં ભારે ગભરાહટ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. નદીના પાણીમાં સીધી જ આવી રાસાયણિક દવાઓ ભળવાના કારણે જળ પ્રદૂષણનો મોટો ખતરો ઊભો થયો છે, જેનાથી નદીમાં રહેતી માછલીઓ અને પાણી પીતા અબોલ પશુઓ બીમાર પડી શકે છે તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય સાથે પણ મોટા ચેડાં થઈ રહ્યા છે. આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર કંપની સંચાલકોને શોધી તેમની સામે તંત્ર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

App Store