VIDEO: ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVPનું ચેકિંગ, એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી
સોર્સ : gstv
અમદાવાદમાં ABVPના સ્ટુડન્ટ્સ રેડસ અભિયાન અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તા અને ખાદ્ય સામગ્રી એક્સપાયર થયેલી સામગ્રી મળી આવી હતી.. આ બાબતે ABVPએ મેસ સંચાલન અને વ્યવસ્થામાં ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. “વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ સાંખી લેવાશે નહીં” તેવી સ્પષ્ટ ચિમકી આપતાં ABVPએ વિદ્યાપીઠના સત્તાધીશો પાસે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને મેસના ભોજનની નિયમિત ગુણવત્તા ચકાસણી કરવાની માંગ કરી છે.

