VIDEO: 2027ની ચૂંટણીને લઈ AAPનું બુથ અભિયાન, ગોપાલ રાયની અધ્યક્ષતામાં બેઠક
સોર્સ : gstv
અમદાવાદમાં 2027ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા બુથ નિર્માણ માટે મહત્વની બેઠક યોજાઈ રહી છે. પ્રભારી ગોપાલ રાયની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બુથ સમિતિઓ સહિત સંગઠનને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા પ્રમુખો, સંગઠન મહામંત્રીઓ અને વિધાનસભા પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા છે. AAPના નેતાઓના જણાવ્યા મુજબ ચૂંટણી દરમિયાન લોકોનો માહોલ પાર્ટીની તરફેણમાં બનતો હોવા છતાં ચૂંટણી સમયે સંગઠનમાં કચાશ રહી જાય છે, જેને દૂર કરવા માટે એક મહિના સુધી બુથ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 108 તાલુકામાં વરસાદની અછત, પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યાઓને લઈને દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે સરકારને પત્ર લખાશે.

