Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A worker died due to electrocution

બાવળાની ખાનગી કંપનીમાં કરંટ લાગતા એક કામદારનું મોત, એક ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2025
લાઇવ ટીવીGoogle News
બાવળાની ખાનગી કંપનીમાં કરંટ લાગતા એક કામદારનું મોત, એક ઈજાગ્રસ્ત

સતત ખાનગી કંપનીઓમાંથી કામદારોના મોતની ઘટના સામે આવી રહી છે. હજુ ગઈકાલે જ બાવળાની એક ખાનગી કેમિકલ કંપનીમાં કેમિકલનો ટાંકો સાફ કરવા માટે ઉતરેલા બે કામદારોના મોત નિપજ્યાં હતા. એવામાં ફરીથી બાવળાની ખાનગી કંપનીમાં એક મજૂરનું મોત થયું છે. બાવળાની ખાનગી કંપનીમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.

App Store

અમદાવાદ જિલ્લામાં બાવળા સાણંદ રોડ પર આવેલ એચ.આર.એસ નામની ખાનગી કંપનીમાં કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. કંપનીના જારીએ લોખંડની એન્ગલ ફીટ કરવા જતા લોખંડની એંગલ ઉપર રહેલ ચાલુ વિજ વાયર અડી જતા મધ્યપ્રદેશના જામવાના 32 વર્ષીય સુરમલ કટારા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અમદાવાદ રહેતા કનુભાઈ ઠાકોર નામના વ્યક્તિને ઈજાઓ થતા તેમને બાવળા ૧૦૮ મારફતે બાવળાની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યા છે.

કોઈપણ સેફટીના સાધનો વગર કામ કરતા દુર્ઘટના બની હોવાની વિગતો જાણવા સૂત્રો દ્વારા જાણવા મળી છે. બનાવની જાણ બાવળા પોલીસને થતા બાવળા પોલીસ ઘટના પહોંચી હતી. મૃતકનો મૃતદેહ બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાવળા પોલીસે આ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

ટોપિક્સ:ahmedabad