Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : two workers died in chemical company in bavla

બાવળાની ખાનગી કેમિકલ કંપનીમાં ટાંકાની સફાઈ માટે ઉતરેલા બે કામદારોના મોત, પોલીસ તપાસ શરુ

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2025
લાઇવ ટીવીGoogle News
બાવળાની ખાનગી કેમિકલ કંપનીમાં ટાંકાની સફાઈ માટે ઉતરેલા બે કામદારોના મોત, પોલીસ તપાસ શરુ

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં બાવળાની એક ખાનગી કંપનીમાં બે કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બાવળાના ઢેઢાળ ગામે આવેલ શ્રી કેમિકલ નામની કંપનીમાં બે કામદારોના કરૂણ મોત નિપજ્યાં છે. કેમિકલ કંપનીમાં કેમિકલનો ટાંકો સાફ કરવા માટે ઉતર્યા હતા કામદારો એવામાં બંનેનું મોત નિપજ્યું હતું.

App Store

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકામાં ઢેઢાળ ગામે આ ઘટના બની હતી. જેમાં શ્રી કેમિકલ નામની કંપનીમાં કેમિકલનો ટાંકો સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે. કેમિકલના ટાંકામાં બે કામદારો ટાંકો સાફ કરવા ઉતરતા ઝેરી અસરથી બંનેના મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં બાવળા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને 108 દ્વારા બંને કામદારોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે સારવાર મળે તે પહેલાં જ કામદારોના મોત નિપજ્યાં હતા. મામલાની જાણ થતાં જ બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટોપિક્સ:ahmedabad