VIDEO: ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વટવા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
સોર્સ : gstv
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન દ્વારા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે સઘનનાઈટકોમ્બિંગ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં જેસીપી અને ઝોન-8 ડીસીપી સહિત એક પીઆઈ, આઠ પીએસઆઈ, 80 પોલીસ કર્મચારીઓ અને 40 હોમગાર્ડ જવાનો જોડાયા હતા. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરા, નાઈટ વિઝન ડ્રોન અને બોડી વૉર્ન કેમેરાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.,આ ડ્રાઇવ દરમિયાન પોલીસે કુલ 62 શંકાસ્પદ ઇસમો, 30 હિસ્ટ્રીશીટર, 25 બુટલેગરો, 8 તડીપાર અને 1 વોન્ટેડ આરોપીની કડક તપાસ કરી હતી. સાથે જ 92 વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

