VIDEO: અમદાવાદમાં ખાડા અને ભુવા પૂરવા અંગે મેયરની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ-રસ્તા, ખાડા અને ભુવાની ગંભીર સ્થિતિને લઈને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પડેલા ખાડા રાજ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં શહેરમાં ૧૫,૫૬૩ જેટલા ખાડા પૂરવામાં આવ્યા છે, જ્યારે ૩૨ જેટલા મોટા ભુવા પડવાની ઘટનાઓ નોંધાઈ છે. આગામી દિવસોમાં રસ્તાઓના સમારકામ અને આગામી સમયમાં પ્રી-મોન્સૂન આયોજનને વધુ સુદ્રઢ બનાવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

