VIDEO: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક ભીષણ આગ
સોર્સ : gstv
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ પાસે એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગાડીમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા અને આગની લ્હોટો દેખાતા આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માત સમયે વાનમાં બેઠેલા કે આસપાસના કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નહોતી અને કોઈ જાનહાનિ ટળી હતી.

