Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A huge crowd of devotees at the 700-year-old Purushottam temple in Ahmedabad

VIDEO:અમદાવાદના 700 વર્ષ જૂના પુરુષોત્તમ મંદિરે ભક્તોની ભારે ભીડ

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પવિત્ર અધિક માસના આગમન સાથે અમદાવાદના માણેક ચોક નજીક આવેલી લાખા પટેલની પોળમાં સ્થિત પ્રાચીન પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આશરે ૬૦૦થી ૭૦૦ વર્ષ જૂનું આ મંદિર સમગ્ર ગુજરાતમાં અનોખું માનવામાં આવે છે. મંદિરના પૂજારી રીતેશ જાનીના જણાવ્યા અનુસાર, અહીં ભગવાન પુરુષોત્તમ સ્વયંભૂ કુવામાંથી પ્રગટ થયા હતા, તેમજ રણછોડજીની પ્રતિમા પણ દીવાલમાંથી પ્રગટ થઈ હોવાની લોકવાયકા છે.અધિક માસ દરમિયાન આ મંદિરનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે. ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા સાથે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. હાલ આ પવિત્ર માસ નિમિત્તે મંદિરમાં ભજન અને કથાના વિશેષ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

App Store