VIDEO: અમદાવાદના સેટેલાઈટમાં મોટી અગિયારસના અવસરે વૈષ્ણવ સમાજની બહેનો દ્વારા ભક્તિમય કાર્યક્રમ યોજાયો
સોર્સ : GSTV
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અધિક માસ અને પાવન અવસરે બહેનો દ્વારા શ્રી ગોપાલ સહસ્ત્ર નામાવલી અર્ચનાનો ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો.છેલ્લા 26 વર્ષથી સતત આયોજિત થતા આ કાર્યક્રમમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી 170થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બહેનોએ સામૂહિક રીતે ભગવાન શ્રીકૃષ્ણના ૧૦૦૮ વખત નામજાપ અને અર્ચના કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. જય શ્રીકૃષ્ણના નાદથી સમગ્ર સ્થળ ગુંજી ઊઠ્યું હતું.આયોજકોએ જણાવ્યું કે અધિક માસમાં શ્રીકૃષ્ણ અને વિષ્ણુની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ હોવાથી દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે. બહેનોએ સમાજની સુખ-શાંતિ તેમજ વિશ્વ કલ્યાણની પ્રાર્થના પણ કરી હતી.

