VIDEO: વાસણા PSI ને જાનથી મારવાની ધમકી આપનાર TRB જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
સોર્સ : gstv
અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના PSIને જાનથી મારી નાખવાની ધમકી આપનારા TRB જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ...અગાઉ ઓગસ્ટ 2023માં ખરાબ વર્તનને કારણે તેને ફરજમાંથી દૂર કરાયો હતો, પરંતુ માત્ર ચાર મહિનામાં જ ડિસેમ્બર 2023માં તેને પુનઃ ફરજ પર રાખવામાં આવ્યો હતો,પરંતુ થોડા દિવસ પહેલા જ PSI તેને ઠપકો આપી ઘરે મૂકી આવ્યા હતા, જેનો ખાર રાખી આરોપીએ "કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ અને તું ખુરશી પર કેવી રીતે બેસે છે તે જોઉં છું" તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે PSI એ ત્વરિત પીઆઈને જાણ કરી વાસણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

