Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A case of paper leak came up in Jamnagar Ayurvedic Uni

VIDEO: જામનગર આયુર્વેદિક યુનિમાં પેપર લીકનો મામલો સામે આવ્યો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના શલ્ય તંત્ર વિષયના પેપર લીકના આક્ષેપોને લઈને યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઈનકમ ટેક્સ ચાર રસ્તા પર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઈ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. યુથ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ માત્ર પેપર લીકનો મામલો નથી, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા છે. યુથ કોંગ્રેસના ગુજરાત પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું કે શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તાર જામનગરમાં પેપર લીક થાય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે? તેમણે ચેતવણી આપી કે મંત્રી રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

App Store