VIDEO: દ્વારકા-જામનગર હાઇવે પર ગેરકાયદેસર દબાણો સામે તંત્રની લાલ આંખ
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાથી જામ ખંભાળિયા હાઇવે પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવીને સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા તાકીદ કરાઈ હતી. નિર્ધારિત સમયમર્યાદામાં દબાણો દૂર ન થતા આજે સવારથી જ દ્વારકા પાસેના બરડીયા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મામલતદાર તેમજ NHAIની ટીમની ઉપસ્થિતિમાં એક્શન બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આગામી સમયમાં આશરે ૯૦ કિલોમીટર લાંબા આ હાઇવે પરના તમામ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે. તંત્રની આ સઘન અને અચાનક હાથ ધરેલી દબાણ હટાવો કામગીરીના કારણે વિસ્તારના ભૂ માફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

