VIDEO: મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી વિશે ફેક ન્યૂઝ ફેલાવનાર સામે ગુનો દાખલ કરાયો
સોર્સ : gstv
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી ખોટી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકનાર શખસ સામે ગુનો નોંધ્યો છે. એક્સ પર પવન ત્યાગી નામના એકાઉન્ટ પરથી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યપાલ બનાવાશે તેવી અફવા ફેલાવવામાં આવી હતી…ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર ભય કે અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે.

