VIDEO: Ahmedabadમાં લારી પરથી ખરીદેલી પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
સોર્સ : GSTV
અમદાવાદમાં બહારની પાણીપુરી ખાતા શોખીનો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપ બસ સ્ટેન્ડ પાસે આવેલી 'કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર' નામની લારી પરથી એક ગ્રાહકે પાણીપુરી ખરીદી હતી. આ પાણીપુરી ખાતી વખતે અચાનક તેમાંથી હાડકાનો ટુકડો નીકળતા ગ્રાહકના હોશ ઉડી ગયા હતા.ખાદ્ય પદાર્થમાં આવી ગંભીર બેદરકારી જોઈને રોષે ભરાયેલા ગ્રાહકે તરત જ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. આ વીડિયો વાયરલ થતાં જ ખાણી-પીણીના શોખીનોમાં ફફડાટ ફેલાયો છે અને લોકો દ્વારા તંત્ર સમક્ષ આવી લારીઓ પર કડક ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

