Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 7.18 lacs from three women who were lured to get a house

VIDEO: મકાન અપાવવાની લાલચ આપી ત્રણ મહિલાઓ પાસેથી રૂ.7.18 લાખ પડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે. આરોપી મહેબૂબ શેખ ઉર્ફે બાબુભાઈએ ત્રણ મહિલાઓને આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી કુલ રૂ.7.18 લાખ લીધા હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, આરોપીએ AUDA અને AMCના લેટરપેડ, પઝેશન લેટર તેમજ પહોંચો બતાવી મહિલાઓને વિશ્વાસમાં લીધી હતી. જોકે, પૈસા લીધા બાદ મકાન ન આપ્યું અને કથિત રીતે ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ફરિયાદમાં થયેલા આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

App Store