VIDEO: રક્ષાબંધન માટે વતન ગયેલા પરિવારોના બંધ મકાનો તસ્કરોના નિશાન બન્યા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. રક્ષાબંધનના તહેવારને લઈને વતનમાં ગયેલા પરિવારોના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. નસવાડીની શિશુવિહાર અને વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટતા ચકચાર મચી છે. સોસાયટીમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો સહિતના પરિવારો રહે છે. વહેલી સવારે મકાનોના તાળા તૂટેલા જોવા મળતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જોકે મકાન માલિકો પરત ફર્યા બાદ જ કેટલો રોકડ જથ્થો કે કીમતી સામાન ચોરાયો તેની ચોક્કસ વિગતો સામે આવશે. તહેવાર દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવાયા હોવાની આશંકા છે. રહીશોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે.

