VIDEO: ST બસે એક્ટિવાને ટક્કર મારતા સારવાર દરમિયાન 40 વર્ષીય હિતેષભાઈ ગેલોતનું દમ તોડ્યો
સોર્સ : gstv
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક દિલધડક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ST બસે એક્ટિવાને ટક્કર મારતા 40 વર્ષીય હિતેષભાઈ ગેલોતનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતી વખતે પૂરઝડપે આવતી ST બસે ટક્કર મારતા યુવક એક્ટિવા સાથે 5 ફૂટ સુધી ઘસડાયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 6 દિવસની સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. મૃતકની પત્ની કૌશલ્યાબેને કે-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાના મોતથી 8 વર્ષના પુત્ર અને 4 વર્ષની પુત્રીએ છત્રછાયા ગુમાવી છે.

