VIDEO: Ahmedabadમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ; નાના ચિલોડાથી ₹8.77 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપાયા
સોર્સ : GSTV
અમદાવાદ શહેરના નાના ચિલોડા-નરોડા રોડ પરથી એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન 8.77 લાખની કિંમતનું 87 ગ્રામ 780 મિલિગ્રામ મેફેડ્રોન અથવા એમ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.આ મામલે પોલીસે દિલીપ તાલાપા અને લેખરાજસિંહ ચૌહાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બે શખ્સો પાસેથી લાવ્યા હતા અને અમદાવાદમાં તેનું વેચાણ કરવાના હતા. SOGએ આ અંગે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

