VIDEO: ૧૨૦ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: મનિષ દોશીએ પાક લોન માફી અને વીજળી મુદ્દે ઘેરી સરકાર
સોર્સ : gstv
ગુજરાતમાં વરસાદની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિ મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકારની "વેઈટ એન્ડ વોચ" નીતિની ટીકા કરતા વરસાદની ઘટ વાળા ૧૨૦ તાલુકાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસે ચાલુ વર્ષની પાક લોન માફ કરવા, ૧૨ કલાક વીજળી આપવા, ફસલ બીમા યોજના ફરી શરૂ કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારા કેન્દ્રો ખોલવા સહિતના ૧૦ મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે. ઉપરાંત સૌની અને સુજલામ-સુફલામ યોજના મારફતે નર્મદાનું પાણી ડેમ-તળાવોમાં છોડવા તથા રવિ સિઝન માટે રાહત પેકેજ જાહેર કરવા સરકાર સમક્ષ ભારપૂર્વક અપીલ કરી છે.

