મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

4 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી, મહેસાણા જિલ્લા તંત્રના ચોપડે નોંધાયા ચોંકાવનારા આંકડા 

Mehsana Minor Pregnancy News 2026 : મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને સં

4 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી, મહેસાણા જિલ્લા તંત્રના ચોપડે નોંધાયા ચોંકાવનારા આંકડા 
આ સમાચાર સાંભળો

Mehsana Minor Pregnancy News 2026 : મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. જિલ્લા આરોગ્ય તંત્રના સત્તાવાર દફ્તરે નોંધાયેલા આંકડા મુજબ, ગત 22 એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 એટલે કે માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ કુલ 131 જેટલી સગીરાઓ ગર્ભવતી થઈ હોવાની વિગતો બહાર આવી છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિષયક કામગીરી અને ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતી 'ટેકો' એપ્લિકેશનમાં આ આંકડાઓ જાહેર થતાં જ જિલ્લાનું સરકારી તંત્ર, સામાજિક સંગઠનો અને ચાઇલ્ડ પ્રોટેક્શન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ હરકતમાં આવી ગયા છે.

તાલુકાવાર સ્થિતિ અને પ્રશાસનિક ચિંતા

આંકડાઓ મુજબ જિલ્લામાં સૌથી વધુ કેસો કડી તાલુકામાં નોંધાયા છે. જ્યાં કુલ 48 સગીરાઓ ગર્ભવતી બની હોવાની નોંધ થઈ છે. સગીર વયે થતા લગ્નો કે અન્ય સામાજિક કારણોસર સામે આવેલા આ આંકડાઓએ સમગ્ર વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. બાળ લગ્ન અટકાવવા અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ લાવવા માટે તંત્ર દ્વારા આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે.

તાલુકાવાર નોંધાયેલા ગર્ભવતી સગીરાઓના આંકડા

તાલુકાનું નામ સગીરાની સંખ્યા
કડી ૪૮ (48)
મહેસાણા ૨૦ (20)
વિજાપુર ૧૫ (15)
ઊંઝા ૧૨ (12)
વડનગર ૧૧ (11)
વિસનગર ૦૯ (09)
ખેરાલુ ૦૮ (08)
બેચરાજી ૦૪ (04)
સતલાસણા ૦૩ (03)
જોટાણા ૦૧ (01)

વય જૂથ પ્રમાણે સગીરાઓના આંકડા

આરોગ્ય વિભાગના ડેટા મુજબ, 22 એપ્રિલથી 22 જુલાઈ દરમિયાન નોંધાયેલા કેસોમાં વય જૂથ પ્રમાણે નીચે મુજબ આંકડા સામે આવ્યા છે:

15 વર્ષની વય: 8 સગીરાઓ
16 વર્ષની વય: 43 સગીરાઓ
17 વર્ષની વય: 80 સગીરાઓ

આ સમાચાર શેર કરો