મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 12 કરોડના આરસીસી રોડ માત્ર બે મહિનામાં તૂટી ગયા

ખેડા જિલ્લામાં માર્ગ-મકાન અને જિલ્લા પંચાયત હસ્તક ૧૨ કરોડથી વધુના ખર્ચે બનેલા ૧૨ જેટલા નવા RCC રસ્તાઓ માત્

તસવીર: gstv

ખેડા જિલ્લામાં માર્ગ-મકાન અને જિલ્લા પંચાયત હસ્તક ૧૨ કરોડથી વધુના ખર્ચે બનેલા ૧૨ જેટલા નવા RCC રસ્તાઓ માત્ર બેથી ત્રણ મહિનામાં તૂટી જતાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. અનેક રજૂઆતો બાદ જિલ્લા કોંગ્રેસ સંગઠને કંજરીમા આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં હતા. કોંગ્રેસે સરકાર અને અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથે મીલિભગતના આક્ષેપ સાથે પ્રહાર કર્યાં હતા. મામલો વધુ ગરમાતા જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના અધિકારીએ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની લેખિત બાંહેધરી આપતાં મહેન્દ્રસિંહ રાણાએ પારણાં કરી ઉપવાસ આંદોલન સમેટ્યું છે..

આ સમાચાર શેર કરો