Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / રાજેશ વ્યાસ 'મિસ્કિન' : I'm not going to anyone's work today, it's raining heavily in your name...

GSTV શતરંગ: આજ નથી જાવું કોઈનાય કામ પર, ધીંગા વરસાદ તારા નામ પર...

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: આજ નથી જાવું કોઈનાય કામ પર, ધીંગા વરસાદ તારા નામ પર...
સોર્સ : GSTV

વરસાદ 

App Store

તારા નામ પર

આજ નથી જાવું બસ

 કોઇનાય કામ પર

અલ્યા ધીંગા વરસાદ ! 

તારા નામ પર !

આજ આખી આલમથી 

અલગારી છુટ્ટી,

જિંદગીને લાધી ગઈ કંઇક જડીબુટ્ટી,

આજ નથી મહેરબાન થાવું 

આ ગામ પર

ચોમાસું આવે ને યાદ આવો તમે,

દિલને ગુલાબી આ ગમગીની ગમે,

જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે,

આજ મને આવી છે ઊલટ 

આરામ પર

ધુમ્મસિયું આભ અને 

અજવાળું પાંખું,

સૂરજને ગેબ ગેબ ગોખલામાં નાંખુ,

સપનું છે ચોખ્ખું પણ જોણું છે ઝાંખું.

આજે હું તરસ્યો છું તીરથના ધામ પર

રાગ હો મલ્હાર અગર 

રાગ હોય મારુ,

કેફ હોય મૃગલું, માતંગ કે કાંગારું,

બંદરના વાવટાને કહો વારુ વારુ,

આજે હું આફરીન અંધા અંજામ પર

આજ નથી જાવું

બસ કોઇનાય કામ પર

- વેણીભાઈ પુરોહિત

સાં બેલાધારમાં ફેરવાઈ ગયો એ ખબર જ ના પડી. હવે શું કરવું એ એક પ્રશ્ન છે અને તેની સાથે ફિલ્મ ગીતની પંક્તિઓ યાદ આવી ગઈ.

હાય હાય એ મજબૂરી...

યે મૌસમ ઔર યે દૂરી...

તેરી દો ટકિયાં કી નોકરી

ઔર મેરા લાખો કા સાવન જાયેં

કોઇક દિવસ મનમાં એવું થાય છે કે ઓફિસ પણ ઘેર ગઇ આજે કોઈ કામ નથી કરવું. કશું કામ નથી કરવું. આજે આ વરસતા વરસાદને માણવો છે. વેણીભાઈ પુરોહિતની આ રચના વર્ષોથી વરસાદ રોકાય એવો ના હોય ત્યારે યાદ આવી જ જાય. આજે કોઈના ય કામ પર નથી જવું. ઓ ધીંગા વરસાદ તારા નામ ઉપર આજે ગમે તે દિવસ હોય. રજાનો આનંદ માણવો છે. આજે આખી દુનિયાથી છૂટી લઈ લીધી છે. આજે મેં આખી દુનિયાને કહી દીધું છે કે હું રજા ઉપર છું. મને જીંદગી જીવવાની જડીબુટ્ટી જડી ગઈ છે. આજે મારે આ ગામ ઉપર કામ કરીને કોઈ મહેરબાની નથી કરવી.

ચોમાસું આવે છે અને તમારી યાદ આવે છે. વરસાદ ન વરસે તો પણ તમે યાદ આવો અને ધોધમાર વરસે ત્યારે તો આંસુઓની પણ ભયજનક સપાટી થઇ ગઈ હોય છે. કોઈ સાથે હોત તો કેટલું સારું હોત. તારી સાથે આ વરસાદને જોયો હોત, માણ્યો હોત તો ખૂબ ગમત પણ હૃદયને તો આ ગમગીની પણ ગુલાબી લાગે છે. ગમે છે. જે જીંદગી જીવી શક્યો નથી, જે જીંદગી હજુ જીવવાની બાકી છે એ આખ્ખી જીંદગી જીંદગીના ચોપડામાં જમા ખાતામાં બોલે છે. આજે તો દિલથી આરામ કરવાનું મન થયું છે ઓ ધીંગા વરસાદ તારા નામ પર. આકાશ આખ્ખું જાણે ધુમ્મસ ધુમ્મસવાળું હોય તેવું લાગે છે. અજવાળું પણ સાવ ઝાંખું પાંખું છે. સૂરજને આ આકાશના ગોખલામાં, કોઈ અદ્રશ્ય ગોંખલામાં ક્યાંય નાંખી દેવાનું મન થયું છે. આ આખુંય શહેર, ઘર, વાતાવરણ, પ્રત્યેક પળે જીવાતી જીંદગી એ સપના જેવી લાગે છે. સપનું ચોખ્ખું દેખાય છે પણ દ્રષ્ટિ ઝાંખી થઇ ગઈ છે. આ સમગ્ર પૃથ્વીને ધીંગા વરસાદે કોઇક તીર્થધામ જેવી બનાવી દીધી છે.

પ્રત્યેક રાત્રને તેનો પ્રહર હોય છે. સમય હોય છે. વરસાદનો રાગ જુદો છે. સવારના અને સાંજના રાગ જુદા હોય છે. દરિયા કિનારા બંદરને જ્યારે તોફાની વરસાદ હોય, જ્યારે દરિયામાં તોફાન હોય ત્યારે વાવટા ફરકાવીને ચેતવી દેવામાં આવે છે. અહીં કવિ કહે છે કે આજે તો કશાની પરવા નથી. આજે જે અંજામ આવશે એ જોયો જશે. આજે કોઈ કામ નથી કરવું. ઓ વરસાદ તારા નામ પર આજે ક્યાંય કામ પર નથી જવું.

વરસાદ ઉપર ભાગ્યે જ કોઈ કવિ હશે જેણે કવિતા ન લખી હોય. આદિલ મન્સૂરીનો શેર આ ક્ષણે યાદ આવી રહ્યો છે.

આજ રોક્યો નહીં રોકાય વરસાદ,

ઘર સુધી ચાલ પલળતા જઇએ.

વરસાદથી બચવા બધા જ પ્રયત્નો કરીએ અને છતાંય પલળી જવાય ત્યારે એ વરસાદને સહજ માણી લેવામાં જ મજા છે. વેણીભાઈએ વરસાદ ઉપર જેવું સુંદર ગીત આપ્યું એ જ રીતે વરસાદનો મહિનો એટલે કે અષાઢ મહિનાના અંધારા ઉપર, અષાઢ મહિનાના વરસાદી વાતાવરણ ઉપર સુંદર ગઝલ લખી છે. અષાઢી રાતના અલબેલા અંધારમાં એટલી ખામોશી છે કે તમરાના ત્રમત્રમ અવાજમાં કોઇના ઝાંઝરનો ઝંકાર લાગે છે. હવામાં ભીની માટીની સુગંધ જાણે માટીનું અત્તર બનીને હવામાં પ્રસરતી હોય છે. દૂર મેડીમાં જે દીવો બળી રહ્યો છે એ ખરેખર તો કોઇનો પ્યાર બળી રહ્યો છે. આ આખું વાતાવરણ જાણે તડપનના તહેવાર જેવું છે. દિલ પોતે જ રોમે રોમ ડંખતું'તું અને એના ચુંબનથી જ આખો ચંદરવો બુટ્ટાદાર થઇ ગયો હતો. લાગણીનું કબૂતર પોતાનું દર્દ છુપાવીને કોઇક ગોંખલામાં બેઠું હતું. એની આંખોમાં જીવનના સ્વપ્ન હતા. અને પાંખોમાં જીવનનો ભાર હતો. જ્યાં કોઈ વસી જ ના શકે, ઘર વસાવી જ ના શકે, જ્યાં વારંવાર સંગ્રામ જ થાય એવી બે સરહદ વચ્ચે ટૂકડા જેવો જીવવાનો સમય મળ્યો હતો.