મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / બડે લોગ બડી બાતે: અંબાણી પરિવારના પરંપરાગત ખાસ દાગીના અને પોશાકનો અદ્ભુત નજારો

- ગ્લેમર ગાઈડ અંબાણી પરિવારના લગ્ન અને તેના

શતરંગ / બડે લોગ બડી બાતે: અંબાણી પરિવારના પરંપરાગત ખાસ દાગીના અને પોશાકનો અદ્ભુત નજારો

- ગ્લેમર ગાઈડ

અંબાણી પરિવારના લગ્ન અને તેના ફંક્શન આમ તો અતિ ખર્ચાળમાનાં એક લગ્ન ગણી શકાય. કેમકે માત્ર દેખાડો અને પૈસાના ધુમાડા સિવાય અહીં કંઈ જ ક્રિએટિવ કે ખાસ ના હતું. વનતારાનુ પ્રમોશન હોય કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટ્નનુ અભિવાદન, કંઈ કંઈ પ્રોગ્રામની પાછળ કઈ ખાસ હેતુ હતો. પરંતુ આ બધામાં જો સૌથી વધુ ફાવેલા હોય તો તે હતાં ભારતીય અને વિદેશી પરંપરાગત કારીગરો જેમણે પોશાકથી લઈને સ્ટેજ સુધી દરેક વસ્તુઓ પોતાની કળા દ્વારા એક ઓપ આપ્યો.

ઝવેરાતથી માંડીને કપડાં સુધીની દરેક ડિઝાઈન,બ્રાઇડ અને ગ્રૂમની પર્સનાલિટી અને વ્યક્તિત્વનુ અદ્ભૂત નિરૂપણ હતું. નવદંપતી માટે આ વ્યક્તિગત અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિરાટ સમન્વય હતો.જેમાં વિવિધ ડિઝાઇનર્સે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી કળાઓ રજૂ કરી હતી. અસંખ્ય ઇવેન્ટ્સમાં આખા પરિવાર દ્વારા થીમ અનુસાર મુજબ જવેલરી અને કપડાં ખૂબ જ અનોખા અને ખાસ રહ્યા હતાં. પણ થોડા એવા પોશાક અને દાગીના,જે કારીગરો સાથે કોઈ ને કોઈ હેતુ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા હતાં એ બધાથી અલગ હતાં.

લોરેન શ્વાર્ટઝ, જ્વેલરી ડિઝાઇનર દ્વારા બનાવેલ બ્રોચ

બેયોન્સ, કિમ કાર્દાશિયન અને એન્જેલિના જોલીની મનપસંદ અને જ્વેલરી ડિઝાઇન માટે જાણીતી, શ્વાર્ટઝનું કામ મોટાભાગે મોટા પાયે પથ્થરોથી બનેલું હોય છે.શ્વાર્ટ્ઝે અંબાણી ઈવેન્ટ્સ માટે ઘણા જ પીસ બનાવ્યા, જો કે તેને બનાવેલ સિંહના બ્રોચ,વર-વધૂ માટે વિશેષ મહત્વ ધરાવે છે. જે પીળા હીરાથી બનેલું છે અને સિંહના મુખમાં  50+ કેરેટના કુદરતી હીરા જડેલા હતાં. આ બ્રોચીસ આ ઇવેન્ટમાં નજર ખેંચનાર વિશિષ્ટ સૌંદર્ય હતું.જે વનતારા ઇવેન્ટમાં,અનંત અને રાધિકાના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમનું પ્રતિનિધિત્વ કરતું હતું.

પાર્થિવ મહેતા, માલિક અને ત્રીજી પેઢીના જ્વેલર, કાંતિલાલ છોટાલાલ

કાંતિલાલ છોટાલાલ ભારતના વારસાના ઝવેરીઓમાંના એક છે જેઓ શુદ્ધ હીરા માટે જાણીતા છે. મહેતાને  ખાસ હીરાઓ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે તેમના મુખ્ય કારીગરો, સૌથી પડકારરૂપ ડિઝાઇન્સના સેટ બનાવવાની કુશળતા ધરાવતા દેશના માત્ર થોડા જ લોકોમાંના એક છે. મહેતાએ,અંબાણીની વધુ રાધિકા  માટે બનાવેલી અમુક ખાસ રચનાઓમાં, તે હૃદયના આકારના હીરાનો એક ગળાનો હાર હતો જે તેમણે દંપતી અને નીતા અંબાણીના ચોઈસ મુજબ બનાવ્યો હતો. જે ખૂબ જ સરસ અર્થ ધરાવતો હતો .અહીં દરેક હીરો,અનંત અને રાધિકાના પ્રેમની મહાકાવ્યરૂપી એક પ્રકરણની વાર્તા કહે છે, જેના વિશે માત્ર તેઓ જ જાણે છે, અને ગળાનો હાર તેમના પ્રેમનુ પ્રતીક છે.

રાધિકા મર્ચન્ટનું ગાઉન અને અનંતનો રોમેન્ટિક લવ લેટર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે જુલાઈમાં તેમના લગ્ન પહેલા ક્રુઝ પર બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. રાધિકાએ તેના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન કેટલાક પ્રીમિયમ ગાઉન્સ પહેર્યા હતા.જેનાથી તે કોઈપણ ફેશન દિવાથી જરા પણ ઓછી દેખાતી નહોતી. જો કે, અનંત અંબાણીના પ્રેમ પત્રથી શણગારેલા તેના કસ્ટમાઇઝ્ડ પ્રી-વેડિંગ ગાઉનને કારણે ધૂમ મચી ગઈ હતી. ફેશન સ્ટાઈલિશ રિયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર જઈને રાધિકાનો લુક શેર કર્યો. આ ફેશન ઉદ્યોગમાં એક નવો ટ્રેન્ડ સેટ કરે છે. એક ઓફ-શોલ્ડર સ્વીટહાર્ટ નેકલાઇન, બ્લેક ક્રિસ્ટલ જડેલી ચોળી અને અનંતના પ્રેમ પત્રથી શણગારવામાં આવેલ સફેદ રંગના લક્ઝુરિયસ ફ્રેન્ચ શિફોન ફેબ્રિકમાંથી ગાઉન તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રેમ પત્ર રાધિકાને તેના 22માં જન્મદિવસે તેના અનંતે ગિફ્ટમાં આપ્યો હતો. આ ઉત્કૃષ્ટ ગાઉન ફેશન ડિઝાઇનર રોબર્ટ વુને ડિઝાઇન કર્યું હતું.

35 વારનો લહેંગો અને મંદિરની કોતરણીના દાગીના

અનંત અને રાધિકાના લગ્નના વિવિધ ફંક્શનમાનું ગુજરાતી રીતિ અનુસાર મામેરા વિધિનુ હતું. જેમાં રાધિકાએ મનીષ મલહોત્રા દ્વારા બનાવામાં આવેલો 35 મીટરનો ખુબજ સુંદર કેસરી લહેંગો પહેર્યો હતો.રાધિકા મર્ચન્ટની લહેંગા ચોલી બહુ મોંઘા છે. તેમાં સોનાના તાર વડે જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. તેમા ક્લાસિક એમ્બ્રોઇડરી વર્ક સાથે રાઇ બંધેજ અને ફેબ્રિક પર બનારસી બ્રોકેટ ડિઝાઇન કરવામાં આવી છે.એટલું જ નહિ ચૂંદડીની બોર્ડર પર માતા દુર્ગાના શ્લોકને સોનાના તારથી કંડારવામાં આવ્યા હતાં.અત્યાર સુધીનો રાધિકાનો આ સૌથી રમણીય લૂક હતો.જેમાં રાધિકા અત્યંત સુંદર લાગતી હતી.

મામેરાની વિધિમાં રાધિકાએ ચોંટી હેર સ્ટાઇલ પસંદ કરી હતી. તેની આ હેર સ્ટાઇલમાં લાગેલી એક ખાસ એન્ટિક હેર જ્વેલરી એ ખુબજ ખાસ હતી. તેમા એક હેર બ્રોચ હુક ટેમ્પલ હોય છે, જેને હેર બન સાથે લગાવી ચોટલી પર પીનઅપ કરવામાં આવે છે. આ એન્ટિક હેક જ્વેલરી રાજા - મહારાજ સમયમાં રાણી અને રાજકુમારીઓ લગાવતી હતી. અલબત્ત દક્ષિણ ભારતમાં આજે પણ આ હેર જ્વેલરીની ફેશન છે.

- જીજ્ઞા જોગીયા

આ સમાચાર શેર કરો