Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / અનુરાધા દેરાસરી : Seetha Doraiswami, the first female violinist

GSTV શતરંગ/ પ્રથમ જલતરંગવાદિની સીથા દોરાઈસ્વામી 

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ પ્રથમ જલતરંગવાદિની સીથા દોરાઈસ્વામી 
સોર્સ : GSTV

- વામાવિશ્વ

App Store

જલતરંગના પ્રથમ મહિલા વાદક સીથાદોરોસ્વામીની જીવનની આ શીખ દરેક મહિલા વાચકોએ જીવનમાં ઊતારવા જેવી છે.

સીથા દોરાઈસ્વામીએ લગ્નપૂર્વે નાનપણમાં જલતરંગની ટ્રેનિંગ લઈ નિપુણતા મેળવી હતી. લગ્ન પછીના ૨૫ વર્ષના લાંબાગાળા બાદ ફરી જલતરંગની સ્ટીકો હાથમાં પકડી, જલતરંગ વગાડવાનું શરૂ કર્યું અને બીજા ૪૦ વર્ષ સુધી આ કલાયાત્રા ચાલુ રાખી.

કહેવાય છે ને કે શ્વાસ ચાલે ત્યાં સુધી, કંઈક કરવા માટે જીવનમાં ક્યારે પણ મોડું થતું નથી. હા, કદાચ રસ્તા જુદા હોઈ શકે.

જલતરંગવાદક મહિલા જલપરી, સીથા અમ્માએ ૨૫ વર્ષના ગાળાબાદ ફરી વગાડવાનું શરૂ કર્યું, અને પોતાની કલાસાધના પુરી કરી. જલતરંગ એક ખુબ સુરીલું, શાસ્ત્રીય વાદ્ય છે પરંતુ ઘણું અઘરું છે. આથી તેનું ચલણ દૈનિક જીવનમાં મર્યાદિત કલાકારો પૂરતું હોય છે. નાની લક્ષ્મીસીથાએ તામિલનાડુ નાના ગામમાં સાત વર્ષથી સંગીત શીખવાનું શરૂ કર્યું. સંગીતમાં તે ખુબ નીપુણ હતી, અને રાગો પર તેની નાની ઉમરમાં પકડ જબરજસ્ત હતી. ૧૧ વર્ષની થતા, તેની માતાએ પાસેની સંગીત શાળામાં, સંગીતશીખવા મૂકી. અહીં જલતરંગ અને બીજા વાદ્ય પણ શીખવવામાં આવતું. સીથાએ જલતરંગ પર પસંદગી ઊતારી.

સંગીત શિક્ષક સુબૃસ્વામીએ છોકરી તરીકે પહેલાતો જલતરંગ માટે ના પસંદગી દર્શાવી. પરંતુ જ્યારે વધારે દલીલો પછી તેમણે ૧૧ વર્ષની સીથાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે જલતરંગના બાઉલ ગોઠવી તેમાં જુદા જુદા લેવલ-(સ્તરે) પાણી ભરી, સીથાને કહ્યું કે તું આ એક રાગ વગાડ. સીથાએ તરત જ જવાબ આપ્યો, 'દરેક બાઉલમાં પાણીનું સ્તર ઊમેરી વગાડો તો આ રાગ વાગશે. સુબ્રસ્વામી ખુશ થઈ ગયા અને સીથાની સંગીત સાથે જલતરંગ વગાડવાની યાત્રા શરૂ થઈ.'

'જલતરંગ' વાદ્ય એ વોટરથેરપીના સિદ્ધાંત પર વાગે છે. આ વાદ્યમાં સાત કે તેથી વધારે ર્પોસીલીન (ચીનાઈમાટી)ના જુદા જુદા આકરના બાઉલ લેવામાં આવે છે, જેમાં જુદા જુદા લેવલે-(સ્તરે) પાણી ભરવામાં આવે છે. પછી બે પાતળી સ્ટીક વડે બાઉલને વગાડતા, અવાજના તરંગો ઉત્પન્ન થાય છે, જે અવાજની જુદી જુદી તરંગલબાઈને કારણે મધુર અવાજ ઉતપન્ન કરે છે અને સુરીલું સંગીત ઉતપન્ન થાય છે.

સીથા દોરાઈસ્વામી એટલી બધી જલતરંગની ટ્રેનીંગને સર્મપીત હતી કે, શાળાના વર્ગો પછી પણ સંગીત શિક્ષકને ત્યાં પ્રેકટીસ માટે જતી. પછી તાપ, વરસાદ કે ઠંડી હોય. એક વખત એટલા ઊગ્રતાપમાં પણ તે સુબ્રસ્વામીને ત્યાં જલતરંગ શીખવા ગઈ અને તેની આ કલાસાધનાની સર્મપિતતા જોઈ, શિક્ષક સુબ્રસ્વામીએ તેમની પાસેના જલતરંગ બાઉલ્સ સીથાને ભેટમાં આપ્યા.

આમ જલતરંગના વાદ્યની સાથે ઐકયતા સાધી અને ૧૪ વર્ષે તેના લગ્ન થઈ ગયા. ઘરની જવાબદારી સાથે, દસ સંતાનના ઊછેરની જવાબદારી સીથા દોરોસ્વામી પર આવી પડી. જલતરંગના સૂચે વીસરાઈ ગયા અને નાની સીથા જીવન સંસારના તરંગોમાં ડૂબી ગઈ.

આ ગાળામાં સીથા પાતે જાતે હારમોનીયમ શીખ્યા. લગભગ ૪૧ વર્ષે જ્યારે તેમના બે દીકરાઓ અને પતિનું સાથે અવસાન થયું, ત્યારે સીથા દોરોસ્વામી થોડી નિરાશામાં સરી પડયા. આ સમયગાળામાં તેમને પોતાની જલતરંગની વગાડવાની સ્ટીકો યાદ આવી અને લગભગ ૪૧ વર્ષની વયે ૨૫ વર્ષના લાંબા ઈન્ટરવલ પછી જલતરંગ વગાડવાનું શરૂ કર્યું.

તેમણે મદ્રાસ રેડિયો પર વાદ્યવિભાગ માટે ઓડીશન આપ્યું અને તેઓ 'છ' ગ્રેડ આર્ટીસ્ટ તરીકે પાસ થયા. એ સમયના આકાશવાણીમાં વાદ્ય વિભાગમાં પાસ થનાર તેઓ પ્રથમ મહિલા હતા.

સંતાન ઊછેર અને ઘરની જવાબદારીના ગાળામાં સીથા દોરોસ્વામી કર્ણાટકી સંગીત પણ થોડું થોડું સમય પ્રમાણે શીખતા હતા.

મેડીસર મદ્રાસી સાડી પહેરેલા સીથા ડોરો સ્વામી જણાવતા હતા કે, 'જલતરંગ ખૂબ સુરીલું વાદ્ય છે પરંતુ તે વગાડવું ઘણું અઘરું છે. લગભગ રોજ તેની પ્રેક્ટિસ કરવી પડે છે. તેમાં જુદા જુદા રાગો માટે જુદા જુદા કદના પોરસીલીન બાઉલ લઈ, જુદા જુદા લેવલે-(સ્તરે) પાણી ભરી તેમાં રાગો પ્રમાણે પ્રેકટીસ કરવી પડે છે.'

આ બાઉલ્સને હું ઘરેણાની જેમ સાચવું છું જ્યારે બીજા શહેરમાં પ્લેન, ટ્રેન કે બાયકાર લઈ જવાના હોય ત્યારે જૂની સાડીમાં, દરેક બાઉલ વીંટાળી, તેને અમુક રીતે પેક કરી લઈ જવા પડે છે જેથી તૂટે નહિ. સાથે આને માટે પાણીની મારી બે સ્પેશિયલ ડોલ છે. તે પણ હું લઈ જઉં છું.

જલતરંગ મારે માટે વાદ્ય નથી પણ મારું જીવન સંગીત છે.

આ બીજી ઈનીગ્સના જલતરંગ કલાકાર તરીકે શરૂઆત કર્યા પછી, સીથા અમ્માએ યુએસે, મસ્કત વગેરે અનેક વિદેશોમાં સફર કરી, શો કર્યા.

૧૯૯૦માં ન્યુયોર્કમાં શો કર્યો, પછી ન્યુયોર્ક ટાઈમ્સ સીથા દોરાઈસ્વામી વિષે. લખતાં કહે છે કે, અઢી થી ત્રણ કલાક એકલા આ પાણી ભરેલા બાઉલમાં જલતરંગ વગાડવું ખૂબ અઘરું છે.

પરંતુ સીથા દોરાઈસ્વામીએ અઢી કલાક જરાય રોકાયા વગર, સતત જલતરંગ વગાડયું. એટલું જ નહિ પરંતુ શ્રોતાઓ પણ રસથી આ તરંગોના સૂરોમાં ગૂંથાઈ રહ્યા. તેમણે લગભગ ડઝન જેટલા રાગો વગાડયા. એટલું જ નહિ પરંતુ કેટલાક પશ્વિમી ગીતો પર પણ ધૂન વગાડી. આ ઊમરલાયક કલાકારને સો સો સલામ.

સીથા અમ્માના એ સમયમાં, વાદ્ય સંગીતમાં ખાસ મહિલાઓ આવતી નહિ. પરંતુ અમ્માની જલતરંગ સાધનાને કારણે તામિલનાડુ સરકારે તેમને 'કલામાની' નામના સૌથી ઊચ્ચ સિવિલિયન એવોર્ડથી નવાજ્યા હતા. આ એવોર્ડ સ્વીકારતા દોરોસ્વામી અમ્માએ ખાસ મહિલાઓને વિનંતી કરી હતી કે વાદ્યસંગીતના ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશે. આ એવોર્ડ મેળવનાર આજ સુધી આ એકલા જ મહિલા રહ્યા છે.

આમ સીથા દોરાઈસ્વામી અમ્માએ, જલપરી બની જલતરંગ પાંચ દાયકાથી વધારે સુધી વગાડતા રહ્યા.

- અનુરાધા દેરાસરી