VIDEO: ANDARNI VAAT / એનટીએમાં રિફોર્મની જવાબદારી જેના શિરે છે તે નંદન નિલેકર્ણી કોણ છે ?
નીટ પેપર લીક કાંડમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ નેશનલ ટેસ્ટીંગ એજન્સીમાં ધરખમ ફેરફાર કરવા માટે સરકારે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડના આર્કિટેક નંદન નિલેકર્ણી પર પસંદગી ઉતારી છે. નિલકર્ણી સાથે ઇસરોના પૂર્વ વડા એસ. સોમનાથ, આઇબીના પૂર્વ વડા તપન ડેકા, આઇઆઇટી મદ્રાસના વડા પ્રો. કામાકોટી, પૂર્વ શિક્ષણ સચિવ અનિતા કરવાલ, લોજેસ્ટિક નિષ્ણાત એએલ મીઁણાની હાઇપાવર કમિટિમાં સમાવ્યા છે. આ કમિટિ એનટીએમાં ધરખમ સુધારા લાવશે. ટેકનોલોજીથી માંડીને લોજેસ્ટીક અને સુરક્ષાની માંડીને શૈક્ષણિક સુધારા સુધી તમામ બાબતે પરિવર્તન લાવવામાં આવશે. આ બાબતોમાં ફુલપ્રુફ સિસ્ટમ બનાવવાની જવાબદારી નંદન નિલેકર્ણી છે...
મોદી સરકારે નંદન નિલેકર્ણીને આટલા માટે પંસદ કર્યા છે કે દેશના વર્તમાન સિસ્ટમમા જે અઘુર અને લગભગ અશકય લાગતા કામ તેમણે હાથ ધર્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે રહીને નિલકર્ણીને દેશમાં વ્યવસ્થાતંત્રમાં ટેકનોલોજી કાંતિ લાવી દીધી હતી. આજે આખું વિશ્વ જેની નોંધ લે છે તે ભારતના લોકોની ઓળખ આધાર કાર્ડ નંદન નિલેકર્ણીને દેણ છે. ભારતના આધાર કાર્ડની નોંધ વિશ્વ બેંકે પણ લીધી છે. આજે ખેડૂત, ગૃહિણી અને વિદ્યાર્થીઓ સહિત આમ લોકોના સીધા ખાતામાં નાણા, સબસીડી, લોકો વગેરે જે મળી રહ્યા છે તે નિલેકર્ણીની દેણ છે. આધારાના માધ્યમથી અનેક મોર્ચે ભ્રષ્ટાચાર રહિત અને ફૂલ પ્રુફ સિસ્ટમ બનાવવાનું શ્રેય નંદન નિલેકર્ણીને જાય છે આજે તમે તમારા ખીંચામાં એક રૂપિયો રાખ્યા વગર શાકભાજીવાળાથી માંડીને મોટા મોલ સુધી આર્થિક વ્યવહાર કરી શકો છે. આ વ્યવહાર યુપીઆઇના માધ્યમથી થાય છે. હવે ગામના દુકાનદાર કે શાકભાજીવાળો પણ રોકડો વ્યવહાર નથી કરતો. આ ડિજિટલ ક્રાંતિના જનક પણ નંદન નિલેકર્ણી છે. ભારતની ડિજિટલ ક્રાંતિની નોંધ વિશ્વભરમાં લેવાઇ રહી છે. હાઇ વે અને રસ્તા પર ફાસ્ટ ટેગના માધ્યમથી ચુકવણી થઇ રહી છે. આ ક્રાંતિ પણ નંદન નિલેકર્ણીની દેણ છે. આ રીતે આજે આપણે ડિજિટલ ઇન્ડિયા જોઇ રહ્યા છે તે બીજા કોઇને કારણે નહીં પણ મનમોહનસિંહ અને નંદન નિલેકર્ણીની જોડીને કારણે શક્ય બન્યું છે.
નિલકર્ણી માત્ર ઇન્ફોસિસના સ્થાપક અને ભારતની ડિજિટલ ક્રાંતિના જનક જ નથી. તેઓ અનેક સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. તેમનું એકસ્ટેપ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ પુરું પાડે છે. બિલ ગેટ્સના પગલે ચાલીને નિલકર્ણીએ પોતાની અડધી સંપતિ દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. પોતે જ્યાં ભણ્યા હતા તે બોમ્બે આઇઆઇટીમાં 300 કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું હતું. આ ઉપરાંત અનેક જગ્યાએ સખાવતના કામ કરી રહ્યા છે. સરકારે તેના યોગદાનને રાખીને 2006માં તેમને પદ્મ વિભુષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

