VIDEO: ANDARNI VAAT / વંશિય હિંસા વચ્ચે મણિપુરમાં જીવન જરૂરી વસ્તુઓની કટોકટી!
મણિપુરમાં કૂકી અને મેતેઇ સમાજ વચ્ચે વંશીય સંઘર્ષના કારણે રાજ્યના મુખ્ય રસ્તા પર વ્યાપક નાકાબંધી અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. આ વંશિય સંઘર્ષના કારણે રાજધાની ઇમ્ફાલ સહિત સમગ્ર ખીણ વિસ્તારોમાં અનાજ, બળતણ, દવાઓ અને જીવનજરૂરી સામાનનું સંકટ ઊભું થયું છે. મણીપુરના મુખ્ય રસ્તા નેશનલ હાઇવે-૩૭ પર સક્રિય વિવિધ સશસ્ત્ર જૂથો દ્વારા ચાલતી ગેરકાયદેસર વસૂલી અને ડ્રાઇવરો પરના હુમલાના કારણે ટ્રાન્સપોર્ટર્સ હડતાલ પર ઉતરી ગયા છે. આ કારણે આસમના જીરીબામ અને તેની આસપાસ આસમની સરહદે અંદાજે ૧,૦૦૦ જેટલા ટ્ર્ક સહિતના વાહનો અટવાઈ ગયા હતા. આ કટોકટીનો ઉકેલ લાવવા અને સપ્લાય ચેઇન પુનઃશરૂ કરવાના હેતુથી રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ યુનિયનો વચ્ચે યોજાયેલી બેઠક બાદ ટ્રાન્સપોર્ટરને સુરક્ષા આપવાનું નક્કી થયું છે. આ વ્યવસ્થાના ભાગરુપે તમેંગલોંગ જિલ્લાના કામબીરોનથી સિબિલોંગ અને મક્રુથી ઓલ્ડ કાઈફુંડાઈ જેવા અતિ સંવેદનશીલ પહાડી વિસ્તારોમાં કડક બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. CRPF અને CoBRA કમાન્ડોના સુરક્ષા કવચ હેઠળ ઉમ્ફાલથી ૧૫૦ ખાલી માલવાહક ટ્રકોને આસમના જીરીબામ તરફ રવાના કરવામાં આવી હતી. જીરીબામમાં મણીપુર રાજ્યનો જીવનજરુરી ચીજવસ્તુ અને ઇંઘણનો ડેપો છે. જીરીબામથી આ ટ્રકો અનાજ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય જીવનજરૂરી સામાન લોડ કરીને પુનઃ ઇમ્ફાલ તરફ આવશે. જીરીબામથી ટ્રક આવ્યા બાદ ઇમ્ફાલના ઘાટી વિસ્તારમા જરુરી સામનનો પુરવઠો મળી રહેશે. મણીપુરમાં છેલ્લા ચાર વર્ષથી કુકી અને મેતેઇ સમુદાય વચ્ચે વંશિય સંઘર્ષ ચાલું છે. મેતેઇ અને કુકી સમુદાયે પોત પોતાના વિસ્તારના બાનમાં લઇ લીધો છે. મોટા ભાગના રસ્તા બ્લોક થઇ ગયા છે. જીવન જરુરી વસ્તુની ભારે તંગી છે. સમામતી ફોર્સ વગર આ વિસ્તારમાં કોઇ કામગીરી થઇ શકતી નથી. આ વિસ્તારમાં અઘોષિત કરફ્યુ જેવી સ્થિતિ છે. સમસ્યાનુ નિરાકારણ ન આવતા આસમમાંથી સેનાના જાપ્તા સાથે પુરવઠો પહોંચાડવાની જરુર પડી રહી છે.

