VIDEO: ANDARNI VAAT /લાઠી ચાર્જના જવાબથી બચવા અમિત શાહ ગૃહમાં ગેરહાજર!
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ મોદી સરકાર સામેનું સંકટ હજુ હળવું થયું નથી. માનવામાં આવતું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ પડશે પછી જેન-ઝી અને વિરોધ પક્ષ પાસે બોલાવું કાંઇ નહીં રહે. સંસદનું સત્ર રાબેતા મુજબ ચાલશે અને વિરોધ સમી જશે. પણ સરકારની ધારણ મુજબ બધું થતું નથી. જેન-ઝીના આંદોલન વખતે 20 જૂલાઇના રોજ કોંક્રોચ જનતા પાર્ટીએ રેલી યોજી સંસદ કુચનું આયોજન કર્યું હતું. આ રેલીમાં 20 હજારથી વધારે યુવાનોએ માર્ચમાં જોડાયા હતા. રેલીને ડામી દેવા માટે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ આટલાથી અટકી ન હતી. રિઝર્વ પોલીસ ફોર્સ દ્રારા પ્રતિબંધિત પેલેટ ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેલેટ ગનના કેટલાક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જેમા એક પત્રકાર અને કેટલાક પ્રદર્શનકારી ધાયલ થયા.આ મુદ્દો ગંભીર બન્યોછ છે. દિલ્લીની પોલીસ અને રિઝર્વ પોલીસ ફોર્સ ગૃહ વિભાગના નિયંત્રણમાં આવતું હોવાથી વિરોધ ઘટના માટે અમિત શાહને જવાબદાર ગણે છે. વિરોધ પક્ષની માગ છે કે પેલેટ ગન કોણે ચલાવી તે ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપે. વિરોધ પક્ષ સંસદમાં આ જવાબની માગ કરી રહ્યો છે. આ કારણે અમિત શાહ સંસદમાં આવતા નથી તેવો આરોપ લાગી રહ્યો છે. અમિત શાહ 21 જૂલાઇથી સંસદમાં ગેરહાજર છે. આમ છેલ્લા 12 દિવસથી અમિત શાહ દેખાતા નથી. સંસદ પરિસરમાં વિરોક્ષ પક્ષે અમિત શાહ જવાબ દોના બેનર લગાવીને વિરોઘ કર્યો હતો. વિરોધ પક્ષોઓએ અમિત શાહની સંસદમા ગેરહાજરીના ટેમ્પલેટ પણ દર્શાવ્યા હતા. વિરોક્ષ પક્ષો દરોજ આ રીતે વિરોધ કરી રહ્યો છે. અગાઉ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, અખિલેશ યાદવ. મહુઆ મોઇત્રા વગેરે નેતાઓ પણ જોડાયા હતા. આમ ધર્મેન્દ્ર પ્રધાન બાદ વિરોક્ષ પક્ષના નિશાને અમિત શાહ આવી ગયા છે. અમિત શાહ ગૃહમાં નથી આવતા તેનું કારણ પણ છે. લાઠી ચાર્જ અને પેલેગ ગનના પુરાવા છે. ત્યારે અમિત શાહ ગૃહમાં આ બાબતમાં કાંઇ બોલી શકે તેમ નથી. જો અમિત શાહ સ્વિકારે કે પેલેટ ગનથી ફાયરિંગ થયું હતું તો કોના આદેશથી થયું હતું તે જવાબ આપવો પડે. આ જવાબ કોઇ પણ હોય સરકાર ફસાય ગયેલી છે. હવે આંદોલન બાદની સ્થિતિમાંથી કેવી રીતે બચવું તેના રસ્તા સરકાર વિચારી રહી છે. બીજી બાજપુ વિરોધ પક્ષ અમિત શાહ પાસે જવાબ માંગવા માટે મક્કમ છે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

