Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Thousands of women dressed in the Ronak Lal Chundadi of Teej festival darshan of Bholanath at Pashupatinath temple!

VIDEO: પશુપતિનાથ મંદિરમાં તીજ પર્વની રોનક લાલ ચુંદડીમાં સજ્જ હજારો મહિલાઓએ કર્યા ભોળાનાથના દર્શન!

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશુપતિનાથ મંદિરમાં તીજ પર્વની રોનક

App Store

લાલ ચુંદડીમાં સજ્જ હજારો મહિલાઓએ કર્યા ભોળાનાથના દર્શન!

પતિના દીર્ઘાયુષ્ય માટે મહિલાઓએ રાખ્યું કઠિન નિર્જળા વ્રત!

પડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુ સ્થિત પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં હરિતાલિકા તીજ પર્વની અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ ગણાતા આ તહેવાર પર ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં મહિલા શ્રદ્ધાળુઓનો મસમોટો જનમેદની ઉમટી પડ્યો હતો. લાલ રંગની પરંપરાગત સાડીઓ, ઘરેણાં અને સુહાગના શણગારમાં સજ્જ મહિલાઓથી સમગ્ર પશુપતિનાથ મંદિર પરિસર્ચ ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું.. તીજ પર્વ નિમિત્તે પશુપતિનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જે મુજબ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન, કેમેરા તેમજ ચામડાના પટ્ટા, જેકેટ, ચંપલ અને બેગ જેવી વસ્તુઓ લઈ જવા પર પૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભક્તો શાંતિપૂર્ણ અને સુચારૂરૂપે દર્શન કરી શકે તે માટે ચાર અલગ-અલગ લાઈનો બનાવવામાં આવી હતી..

પશુપતિનાથ પરિસરમાં કડક સુરક્ષા, મોબાઈલ અને ચામડાની વસ્તુઓ પર પ્રતિબંધ!

મહિલાઓના શણગારથી ચમકી ઉઠ્યું મંદિર, તીજ ઉત્સવે સર્જાયો ભક્તિમય માહોલ!

હરિતાલિકા તીજના પાવન અવસરે પરિણિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ માટે નિર્જળા વ્રત રાખે છે, જ્યારે અવિવાહિત યુવતીઓ યોગ્ય વરની પ્રાપ્તિ માટે ભગવાન શિવજીની આરાધના કરે છે. પશુપતિનાથ મંદિરના પ્રાંગણમાં એકત્ર થયેલી મહિલાઓ એકબીજાને તીજ પર્વની શુભકામનાઓ પાઠવી રહી છે અને પરંપરાગત લોકગીતો તથા નૃત્ય કરીને પોતાના ઉત્સવની ઉજવણીને યાદગાર બનાવી રહી છે. કાઠમંડુથી સામે આવેલા મનોરમ દ્રશ્યોમાં પશુપતિનાથ મંદિરની આસપાસ શ્રદ્ધાળુઓની અવિરત લાઈનો અને ભક્તિનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે. નેપાળી સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનો આ અદ્ભુત ત્રિવેણી સંગમ પશુપતિનાથના આંગણે શ્રદ્ધાનો નવો જ્યોત પ્રગટાવી રહ્યો છે. તીજ પર્વની આ ભવ્ય ઉજવણીએ નેપાળભરમાં ભક્તિ, ઉમંગ અને સાંસ્કૃતિક એકતાનો એક અનોખો માહોલ સર્જ્યો છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News