Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Police action amid youth outrage in Patna: Raj Bhavan stuck in mid-March against BPSC exam!

VIDEO: પટનામાં યુવા આક્રોશ વચ્ચે પોલીસ એક્શન: BPSC પરીક્ષા સામે રાજભવન માર્ચ અધવચ્ચે અટાકવાઈ!

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારની રાજધાની પટનામાં ૭૦મી BPSC એટલે બિહાર પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષાને રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થી આંદોલને ભારે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકના આક્ષેપોને પગલે પરીક્ષા તુરંત જ રદ કરવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એકઠા થયા હતા અને ત્યાંથી રાજભવન તરફ એક વિશાળ વિરોધ માર્ચ યોજી હતી.ગાંધી મેદાનથી રાજભવન તરફ આગળ વધી રહેલી આ વિરોધ માર્ચ દરમિયાન ભારે ઉત્તેજના અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને સૂત્રોચ્ચાર કરી રહેલા આક્રમક વિદ્યાર્થીઓ રાજભવન સુધી પહોંચે તે પહેલાં જ રસ્તામાં જંગી પોલીસ બંદોબસ્ત દ્વારા તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. પોલીસે મજબૂત બેરિકેડિંગ કરીને વિદ્યાર્થીઓની આ માર્ચને અધવચ્ચે જ રોકી દેતાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે ઘર્ષણ અને સામસામે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

App Store

પોલીસ દ્વારા માર્ચ અટકાવી દેવાતાં સ્થાનિક રહીશો અને વિરોધ કરી રહેલા યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને આંદોલનકારીઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ પરીક્ષા રદ કરીને ફરીથી પારદર્શક રીતે યોજવામાં નહીં આવે તો આ આંદોલન આખા બિહારમાં વધુ તેજ બનાવવામાં આવશે.આ સમગ્ર ઘટના બાદ પટનાના ગાંધી મેદાન અને રાજભવન તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ અને તંગદિલીનો માહોલ બની રહ્યો હતો. વિદ્યાર્થીઓની આ માર્ચને પોલીસે ભલે અટકાવી દીધી હોય, પરંતુ બિહારના રાજકારણમાં અને યુવાનોમાં આ મુદ્દે ભારે ગરમાવો આવી ગયો છે. હવે સમગ્ર રાજ્યની નજર સરકાર અને BPSC કમિશનના આ મામલે લેવાનારા નિર્ણય પર મંડાયેલી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News