VIDEO: દિલ્લીમાં સત્ય નિકેતનની ઘટના બાદ એમડીસી એકશનમાં ગેરકાયદેસર બિલ્ડીંગ પર એમડીસીએ ઘોંસ વધારી
દિલ્લીમાં સત્ય નિકેતનની ઘટના બાદ એમડીસી એકશનમાં
ગેરકાયદેસર બિલ્ડીંગ પર એમડીસીએ ઘોંસ વધારી
ગેરકાયદે ઇમારત તોડી પાડવાની કાર્યવાહી શરુ
દિલ્લીના સત્ય નિકેતનમાં 6 સપ્ટેમ્બરે પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં સાત લોકોનાં મોત થયા બાદ દિલ્લી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. દિલ્લી મહાનગર પાલિકાએ શહેરમાં ગેરકાયદેસર તથા જોખમી બાંધકામ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ઘટના બાદ MCDએ દિલ્લીના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર અને જર્જરિત ઇમારતો સામે ડિમોલિશન અને સીલિંગની કાર્યવાહી ઝડપી બનાવી છે. એમડીસીએ દિલ્લીના ગીતા કોલોનીના બ્લોક-9માં બિલ્ડિંગ નંબર 9/59માં બનેલી ગેરકાયદેસર ચાર માળની ઇમારતને સીલ કરી હતી. આ બિલ્ડીંગ ગેરકાયદેસર રીતે બની હતી. ગીત કોલોની સાથે છતરપુરના સતબારી ફાર્મ નંબર-22માં ગેરકાયદેસર રીતે બનેલી છ માળની ઇમારત સામે પણ મહાનગર પાલિકા દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગર પાલિકા દ્રારા આ છ માળની ઇમારતને તોડી પાડવામાં આવી હતી. પાલિકાના કર્મચારીઓ દ્રારા બિલ્ડીગને ઉપરથી હથોડા મારીને હાથથી તોડી પાડવામાં આવી હતી. પાલિકા દ્રારા ઉપરથી બિલ્ડીંગને તોડાવામા આવી હતી. આ સાથે બુલડોઝરથી પણ કાર્યવાહી કરવામાં આવી હતી. છ માળની ઇમારત ઉપરાંત નવી બની રહેલી ઉમારતને તપાસવામાં આવી રહી છે. જો આ ઇમારતમાં પણ ગેરકાદેસરતા માલુમ પડે છે તો તેને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગેરકાદેસર ઇમારતો ઉપરાંત એમડીસી દ્રારા દિલ્લીમાં ચાલતા PGની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. MCDએ માત્ર બે દિવસમાં આશરે 1100 PGનું સર્વેક્ષણ કર્યું હતું. જેમાં લગભગ 20,250 વિદ્યાર્થીઓ રહેતા હોવાનું સામે આવ્યું હતું. આ પીજી કાયદેસરની જગ્યા પર છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પીજી કેટલા સલામત છે. આ પીજીમાં ફાયર સેફ્ટી, બહારના રસ્તા અને અન્ય સુવિધાનું પાલન થાય છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. આમ એમડીસી એકશન મોડમાં આવી ગયું છે. MCDના જણાવ્યા પ્રમાણે માત્ર બે દિવસમાં 24 મિલકતો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. સાત મિલકતોને સીલ કરવામાં આવી હતી. MCDએ ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપનાર અથવા તેમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાની ચેતવણી પણ આપી છે. સત્ય નિકેતનની દુર્ઘટના બાદ શરૂ થયેલી આ કાર્યવાહીથી હવે દિલ્લીમાં નિયમ વિરુદ્ધ બનેલી બહુમાળી ઇમારતો અને જોખમી બાંધકામો પર MCDની નજર વધુ કડક બનશે
સત્ય નિકેતનની દુર્ઘટનાએ દિલ્લીમાં બિલ્ડિંગની સુરક્ષા અને ગેરકાયદેસર બાંધકામને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે બિલ્ડિંગને માત્ર બે માળ માટે મંજૂરી હતી. પાછળથી આ બિલ્ડીંગમાં વધારાના માળ બનાવવામાં આવ્યા હતા અને બાંધકામમાં ગેરકાયદેસર ફેરફારો કરવામાં આવ્યા હતા.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

