Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Masumo was forced to reach school in a boat amidst flood waters in Katihar!

VIDEO: કટિહારમાં પૂરના પાણી વચ્ચે હોડીમાં બેસી શાળાએ પહોંચવા મજબૂર બન્યા માસુમો!

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારના કટિહાર જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ વચ્ચે શિક્ષણ ક્ષેત્રે અત્યંત કરુણ અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક શાળાઓ જળમગ્ન બની ગઈ છે. શાળા પરિસરમાં અને તેની આસપાસ ચારેય તરફ પાણી ભરાઈ જવાના કારણે માર્ગ સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શાળાએ પહોંચવું અત્યંત જોખમી બન્યું છે. અત્યારની પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે માસુમ બાળકોએ ભણતર માટે હોડીનો સહારા લેવો પડી રહ્યો છે. શાળા સુધી પહોંચવા માટે અન્ય કોઈ રસ્તો ન હોવાથી વિદ્યાર્થીઓ દરરોજ નાની હોડીઓમાં જીવના જોખમે પૂરના પાણી પાર કરીને શાળાએ આવી રહ્યા છે. અભ્યાસનું વર્ષ ન બગડે તે માટે બાળકો આટલી ભયાનક સ્થિતિમાં પણ ભણવા મજબૂર બન્યા છે, પરંતુ આ દ્રશ્યો તંત્રની અણઘડ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

App Store

શાળાના શિક્ષકના જણાવ્યા અનુસાર, શાળાની ચોતરફ પાણી ભરાઈ ગયા હોવાથી બાળકો અને શિક્ષકો માટે હોડી સિવાય પહોંચવાનો બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. શિક્ષકે વ્યથા ઠાલવતા જણાવ્યું કે દરરોજ બાળકોને પાણી વચ્ચેથી લાવવામાં મોટું જોખમ રહેલું છે. ભણતર ચાલુ રાખવું જરૂરી છે, પરંતુ સુરક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક હોડીઓની સુરક્ષિત વ્યવસ્થા અથવા અસ્થાયી વિકલ્પ પૂરો પાડવો અત્યંત જરૂરી છે. સ્થાનિક રહીશો અને વાલીઓમાં પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ચોમાસાની આ આફતમાં બાળકો શાળાએ જાય ત્યારે વાલીઓ જીવ અધ્ધર કરીને તેમના પાછા ફરવાની રાહ જોતા હોય છે. કટિહારના આ પૂર પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક સુરક્ષિત રાહત પગલાં લેવામાં આવે અને શિક્ષણ વ્યવસ્થા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો જોરદાર માગ કરી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News