Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Losses as high as 50% due to collapse of paddy and sugarcane crop

VIDEO: ડાંગર અને શેરડીનો પાક જમીનદોસ્ત થઈ જતાં ૫૦ ટકા જેટલું મોટું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુરાદાબાદમાં અવિરત વરસાદથી તારાજી

App Store

ડાંગર અને શેરડીનો મોલ સંપૂર્ણપણે જમીનદોસ્ત!

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થયેલા અવિરત વરસાદે કૃષિ ક્ષેત્રે મોટો વિનાશ નોતર્યો છે. સતત ચોમાસી વરસાદ અને તોફાની પવનોના લીધે લણણી માટે તૈયાર ઉભો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જ્યારે શેરડીનો પાક પણ ઢળી પડતાં વ્યાપક નુકસાન થયું છે. એન ટાણે વરસેલા આ વરસાદે મુરાદાબાદ પંથકના ધરતીપુત્રોના હાથમાં આવેલો મોંઘામૂલો કોળિયો છીનવી લીધો છે.સ્થાનિક કૃષિકારોના જણાવ્યા મુજબ, શરબતી સહિતની ડાંગરની પ્રજાતિઓ કાપણીના સમયે જ ઢળી પડીને કાળી પડી રહી છે, જેનાથી પચાસ ટકા જેટલો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. ખેતરો જળબંબાકાર બની જતાં કાદવ અને ભરાયેલા પાણીના કારણે ડાંગરના દાણા કોહવાઈ જવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે. ખાતર, બીજ અને આકરી મજૂરી પાછળ કરેલો તમામ ખર્ચ માટીમાં મળી જતાં ખેડૂતો ભારે આર્થિક દેવામાં ડૂબી ગયા છે.

લણણીના ટાણે જ ખેડૂતો પર આકાશી આફત

૫૦ ટકા ડાંગરનો પાક બરબાદ, ખેતરો થયા જળમગ્ન!

ખેતરોમાં થયેલી આ તારાજી વચ્ચે પીડિત ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશાસનિક સજગતાને બિરદાવી છે. ખેડૂતોનું કહેવું છે કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી દ્વારા સ્થાનિક અધિકારીઓને ખેતરે-ખેતરે જઈને નુકસાનીનો સર્વે કરવા આપેલા આદેશ સરાહનીય છે. જોકે, પાકનો મોટો હિસ્સો રોળાઈ ગયો હોવાથી વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પંચનામું પૂરું કરીને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી છે.મુરાદાબાદથી સામે આવેલા તાજેતરના ગ્રાઉન્ડ રિપોર્ટના દ્રશ્યોમાં જમીનદોસ્ત થયેલો ડાંગર-શેરડીનો મોલ, જળમગ્ન ખેતરો અને પોતાની હૈયાવરાળ ઠાલવતા પીડિત ખેડૂતો સ્પષ્ટ જોઈ શકાય છે. કુદરતી કોપ સામે લાચાર બનેલા ખેડૂતોને આર્થિક વિપદામાંથી બહાર લાવવા માટે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે પ્રક્રિયા પૂર્ણ કરી રાહત રકમ જમા કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News