VIDEO: દિલ્હીના છતરપુરમાં ધમધમ્યું બુલડોઝર ગૌશાળા રોડ પર ગેરકાયદે મકાનો અને ફાર્મહાઉસ જમીનદોસ્ત!
દિલ્હીના છતરપુરમાં ધમધમ્યું બુલડોઝર
ગૌશાળા રોડ પર ગેરકાયદે મકાનો અને ફાર્મહાઉસ જમીનદોસ્ત!
કરોડો રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત કરાવાઈ!
દેશની રાજધાની દિલ્હીના છતરપુર વિસ્તારમાં આવેલા ગૌશાળા રોડ પર તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે નિર્માણ પામેલા મકાનો અને ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. દિલ્હી વિકાસ પ્રાધિકરણ અને સ્થાનિક પ્રશાસને સંયુક્ત રીતે હાથ ધરેલી આ ડિમોલિશન ડ્રાઈવથી સમગ્ર છતરપુર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.સરકારી જમીન અને ગ્રીન બેલ્ટ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બનાવવામાં આવેલાં દબાણો દૂર કરવા માટે આ કડક આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર કબ્જો ખાલી કરવામાં આવ્યો નહોતો. પરિણામે સ્થાનિક પોલીસ અને અર્ધસૈનિક દળોના કડક બંદોબસ્ત વચ્ચે બુલડોઝર કાર્યવાહી શરૂ કરીને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.
નોટિસ આપ્યા બાદ પણ કબ્જો ન છોડતાં ત્રાટક્યું બુલડોઝર!
કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ મોટી ડિમોલિશન ડ્રાઈવ!
દિલ્હીના છતરપુરથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત થતાં અને સ્થળ પર સુરક્ષા દળો તૈનાત હોવાનો નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. રાજધાનીમાં દબાણ હટાવો ઝુંબેશ તીવ્ર બનતાં સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી
------

