VIDEO: ઓડિસાના બાલાસોરમાં પાંચ ઓરેંગુટાન મળ્યા મલેશિયા અને ઇન્ડોનેશિયમાં જોવા મળતું પ્રાણી ઓડિસા
ઓડિસાના બાલાસોરમાં પાંચ ઓરેંગુટાન મળ્યા
મલેશિયા અને ઇન્ડોનેશિયમાં જોવા મળતું પ્રાણી ઓડિસા
હજારો કીલોમીટર દૂરથી આ પ્રાણી ઓડિસ્સા કેવી રીતે પહોંચ્યું
ઓડિશાના બાલાસોર જિલ્લામાં જંગલમાંથી એક સાથે પાંચ ઓરેંગુટાન મળી આવતા સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય ફેલાયું છે. બાલાસોરના રાંકોથા પ્રોટેક્ટેડ ફોરેસ્ટ નજીક બદાપાહી વિસ્તારમાં સ્થાનિક લોકોને અચાનક જ પાંચ ઓરેંગુટાન જોવા મળ્યા હતા. આ વાત વાયુ વેગે આખા વિસ્તારમાં ફેલાઇ જતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. ઓરેંગુટાનએ લંગુર પ્રજાતિનું પ્રાણી છે. આ પ્રાણી વાંદરા અને ચિમ્પાન્જીનું મિશ્રણ છે. તે ભારતમાં જોવા મળતું નથી. ઓરેંગુટાન સામાન્ય રીતે વર્ષાવન પ્રદેશમાં જોવા મળે છે. એશિયા ખંડમાં તે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં ઘાટા જંગલમાં જોવા મળે છે. ઓરેંગુટાન અતિલુપ્ત પ્રજાતિમાં સમાવેશ થાય છે. તે પ્રાણી મોટા ભાગે ખુબ ઉંચા ઝાડ પર રહે છે. મલેશિયા અને ઇન્ડોનેશિયાના વર્ષાવનમાં તે વધારે સમય ઉંચા ઝાડ પર રહે છે. એક સાથે પાંચ ઓરેંગુટાન અચાનક જ ભારતના જંગલમાં મળી આવતા વન્યજીવ નિષ્ણાતો અને અધિકારીઓ માટે ગંભીર તપાસનો વિષય બન્યો છે. પ્રાથમિક આશંકા પ્રમાણે ઓરેંગુટાનને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવ્યા હોઈ શકે છે. વન્યજીવ તસ્કરી સાથે કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઓડિશા સરકારે આ મામલે વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને તપાસ કરવા વિનંતી કરી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ પાંચેય ઓરેંગુટાનને કોણ લાવ્યું, ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમને જંગલમાં કેમ છોડી દેવામાં આવ્યા. અધિકારીઓ તેમની ઓળખ, આરોગ્ય અને મૂળ સ્થળ અંગે માહિતી એકત્ર કરી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાંચેય ઓરેંગુટાન નાની ઉંમરના છે. તેમની તબિયતની વેટરનરી ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે; પ્રાથમિક તપાસમાં ચાર ઓરેંગુટાન સ્વસ્થ હોવાનું જણાવાયું છે.
વન વિભાગ માટે હવેનું કામ પાંચેય ઓરેંગુટાનને સુરક્ષિત રાખવાનું અને તેમના મૂળ વિશે સચોટ માહિતી મેળવવાનું છે. બીજો મહત્વનો સવાલ છે કે આ પ્રાણી ભારતના વાતાવરણમાં સેટ થશે કે નહીં તેની તે વિશે પણ જાણવામાં આવી રહ્યું છે. જો કે મોટો સવાલ ઓરેંગુટાન કેવી રીતે ભારતમાં પહોચ્યા તેની પર ચર્ચા થઇ રહી છે.
----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

