VIDEO: કશ્મીરના પરંપરગત વાદ્યો લુપ્ત થવાની કગારમાં દાર રબાબ, સંતુર, સાઝ-એ-કશ્મીર વગેરે લુપ્ત થવાની તૈયારીમાં
કશ્મીરના પરંપરગત વાદ્યો લુપ્ત થવાની કગારમાં
દાર રબાબ, સંતુર, સાઝ-એ-કશ્મીર વગેરે લુપ્ત થવાની તૈયારીમાં
બુડગામમાં મુસ્તાક દારનો પરંપરાગત વાદ્ય જિવંત રાખવાનો પ્રયાસ
જમ્મુ-કાશ્મીરના બુડગામ જિલ્લાના નરબલ ગામનાં 40 વર્ષીય મુસ્તાક અહમદ દાર પરંપરાગત કાશ્મીરી સંગીત વાદ્યો બનાવી લુપ્ત થતી કળાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દાર છેલ્લા 32 વર્ષથી સંગતની લુપ્ત થતી કળાને જિવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્તાક દારે માત્ર આઠ વર્ષની ઉંમરે પોતાના પિતા પાસેથી પરંપરાગત વાદ્યો બનાવવાની કાળા શીખ્યા હતા. તેમના પિતા પાંચ દાયકાથી વધુ સમય સુધી પરંપરાગત વાદ્યો બનાવતા હતા. પણ હવે પિતાની આ વિરાસતને આગળ વધારવાની જવાબદારી મુસ્તાક દારે સંભાળી છે. દાર રબાબ, સંતૂર, સાઝ-એ-કાશ્મીર, કાશ્મીરી સિતાર, શીખ રબાબ અને કાશ્મીરી સુરનાઈ જેવા પરંપરાગત વાદ્યો હાથથી બનાવે છે. એક વાદ્ય તૈયાર કરવામાં ઘણી વખત ચાર અઠવાડિયાથી બે મહિના સુધીનો સમય લાગે છે. દારના કહે છે કે, “એક સારું વાદ્ય બનાવવામાં લગભગ બે મહિના લાગે છે. જો ગુણવત્તા અને તેનો અસલી અવાજ જાળવવો હોય તો તેને પંદર-વીસ દિવસમાં તૈયાર કરવું અઘરું છે.” મુસ્કત અહેમદ દાર વધારે કહે છે કે, નવી પેઢીના યુવાનો આ કળા શીખવામાં રસ દાખવતા નથી. કારણ કે એક વાદ્ય તૈયાર કરવામાં લાંબો સમય લાગે છે. આ માટે ધીરજ તથા સતત મહેનત જરૂરી છે. તેઓ કહે છે, “મારા પિતાએ મને આ કળા શીખવી છે અને હું ઈચ્છું છું કે આ કળા આવનારી પેઢી સુધી પહોંચે. હું દિવસ-રાત કામ કરું છું, કારણ કે મારું ધ્યાન આ કળાને જીવંત રાખવા પર છે.
સંગીતના વાદ્યો માટે લાકડાની પસંદગી મહત્વની છે. દાર જાતે જ લાકડાની કાપણી કરે છે. તેને આકાર આપે છે. ત્યાર બાદ વાદ્યને તાર લગાવવા અને યોગ્ય સૂર આપવાનું કામ પણ કરે છે. વાદ્ય તૈયાર થઇ જાય તે પછી તેમાં યોગ્ય સુર પુરવાનું તે મહત્વનું છે. લય, તાલનો સુર યોગ્ય દિશામાં રહે તે માટે વાદ્યની બનાવત માટે ખાસ માવજત કરવામાં આવે છે. દાર આ બાબતમાં કાળજીપુરર્વક ફિનિસિંગ કરે છે.
કાશ્મીરી સંગીત, ખાસ કરીને સૂફી સંગીત પરંપરાગત વાદ્યો વિના અધૂરું છે. તેમના વાદ્યોમાંથી નીકળતો અવાજ લોકોના દિલને સ્પર્શી જાય છે. કાશ્મીરના પરંપરાગત સંગીતમાં દરેક વાદ્યનું આગવું મહત્વ છે. સંતૂર કાશ્મીરની સંગીત ઓળખ સાથે ઊંડે સુધી જોડાયેલું છે. લાકડાના ફ્રેમ પર તાર લગાવીને આ વાદ્યને નાના મેલેટથી વગાડવામાં આવે છે. તેનો મધુર, ઝણઝણતો અવાજ સૂફી સંગીતથી લઈને ભારતીય શાસ્ત્રીય સંગીત સુધી પ્રસિદ્ધ થયો છે. 20મી સદીમાં પંડિત શિવકુમાર શર્મા જેવા કલાકારોએ સંતૂરને ભારતીય શાસ્ત્રીય સંગીતના મંચ પર નવી ઓળખ અપાવી હતી. રબાબ કાશ્મીરની લોક અને સૂફી સંગીત પરંપરાનું મહત્વનું વાદ્ય છે. તેનો ઘેરો અને મધુર સ્વર પરંપરાગત ગાયકી સાથે ખાસ રીતે જોડાયેલો છે. સારંગી માનવીના અવાજ જેવી ભાવસભર ધ્વનિ માટે જાણીતી છે. સિતાર ભારતીય ઉપખંડના તારવાદ્યોની સમૃદ્ધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ સસ્તા અને ઝડપથી બનતા મશીનમેડ વાદ્યો સામે હવે પરંપરાગત હસ્તકલા માટે પડકારો બન્યા છે. જો નવી પેઢી આ વાદ્યોમાં દિલચસ્પી નહીં લે તો પરંપરાગત વાદ્યો મૌન બની જશે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

