Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Campaign to save the Nag, the traditional source of Jammu water

VIDEO: જમ્મુ પાણીની પરંપરાગત સ્ત્રોત નાગને બચાવવા અભિયાન

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં પીવાના પાણી માટે બનેલા કુદરત સ્ત્રોત નાગને  બચાવવાની અનોખો પહેલા શરુ કરવામાં આવી છે. ભદ્રવાહમાં રહેચા સ્થાનિક મહિલા આરતી રાઠોડ અને તેમનો ગ્રુપ દર રવિવારે પરંપરાગત પાણીના સ્ત્રોત નાગ એટલે કે કુદરતી ઝરણાંને સાફ કરવા અને પુનર્જીવિત કરવાનું કામ શરું કર્યું છે. ભદ્રવાહ તેની પહાડી સુંદરતા, દેવદાર અને કૈલના જંગલો તથા નદી-ઝરણાં માટે જાણીતું છે. અહીંના પરંપરાગત ઝરણાં નાગ સદીઓથી સ્થાનિક લોકો માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત રહ્યા છે. સ્થાનિક લોકો આ ઝરણાંને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા પવિત્ર સ્થળ તરીકે પણ જુએ છે.

App Store

ભદ્રવાહ વિસ્તારમાં અનેક કુદરતી ઝરણાંને નાગ કહેવાની પરંપરા છે. ઐતિહાસિક-સાંસ્કૃતિક અભ્યાસોમાં પણ નોંધાયું છે કે અહીંના કુદરતી પાણીના સ્ત્રોતોને નાગ દેવતાઓના નિવાસસ્થાન તરીકે માનવામાં આવતા હતા. મોટા ઝરણાંની આસપાસ મંદિરો અને ધાર્મિક સ્થળો બનાવવામાં આવતાં. અને પાણી પ્રદૂષિત ન થાય તે માટે તેની પવિત્રતા જાળવવામાં આવતી હતી. પરંતુ સમય જતાં વધતી વસ્તી, કચરો, પ્લાસ્ટિક અને બેદરકારીના કારણે આવા પરંપરાગત પાણીના સ્ત્રોતો પર દબાણ વધ્યું છે. ભદ્રવાહમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા સાત ઝરણાંના પાણીની ગુણવત્તા અંગે થયેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં પણ પાણીના વિવિધ ભૌતિક, રાસાયણિક અને માઇક્રોબાયોલોજિકલ માપદંડોની તપાસ કરવામાં આવી હતી. જેમા આ પાણીને ગુણવત્તાયુક્ત પાણી ગણવામાં આવ્યું હતું. આ જ કારણસર આરતી રાઠોડે રવિવારનો દિવસ નાગ સંરક્ષણ માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ સ્થાનિક લોકો અને સ્વયંસેવકો સાથે મળીને ઝરણાંની આસપાસ જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને અન્ય ગંદકી દૂર કરે છે, પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો કરતી વસ્તુઓ હટાવે છે અને આસપાસના કુદરતી પર્યાવરણને નુકસાન ન થાય તેની કાળજી રાખે છે. સફાઈ સાથે સાથે લોકોને પણ સમજાવવામાં આવે છે કે આ પાણીના સ્ત્રોતો માત્ર આજની જરૂરિયાત પૂરી કરતા નથી પરંતુ આવનારી પેઢી માટે પણ મહત્વપૂર્ણ કુદરતી સંપત્તિ છે. સ્થાનિક લોકોના સહયોગથી ઝરણાંની આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણીના સ્ત્રોત સુધી પહોંચતા કચરાને રોકવો અને આસપાસના હરિયાળા વિસ્તારને બચાવવો આ અભિયાનના મહત્વના ભાગ છે.

ભદ્રવાહમાં પાણીના આવા પરંપરાગત સ્ત્રોતોનો ઇતિહાસ માત્ર પાણી મેળવવા પૂરતો સીમિત નથી; તે અહીંની લોકસંસ્કૃતિ, ધાર્મિક માન્યતાઓ અને પહાડી જીવનશૈલી સાથે ઊંડે જોડાયેલો છે. ઐતિહાસિક અભ્યાસોમાં ભદ્રવાહના પરંપરાગત બાઓલી અને ઝરણાંઓની રચના, પથ્થરની કારીગરી અને ધાર્મિક મહત્વનો પણ ઉલ્લેખ મળે છે. કેટલાક પરંપરાગત સ્ત્રોતો શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડું પાણી આપતા હોવાનું પણ નોંધાયું છે.  આરતી રાઠોડ અને સ્થાનિક લોકોની આ પહેલનો ઉદ્દેશ માત્ર ઝરણાંની સફાઈ કરવાનો નથી, પરંતુ પાણી, પરંપરા અને પર્યાવરણ વચ્ચેના જૂના સંબંધને ફરી જીવંત કરવાનો છે.

----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News