Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Big bang of security forces in Rourkela, Odisha: Maoists Arms Depot caught!

VIDEO: ઓડિશાના રાઉરકેલામાં સુરક્ષા દળોનો મોટો ધમાકો: માઓવાદીઓનો શસ્ત્ર ડેપો પકડાયો!

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઓડિશાના રાઉરકેલા વિસ્તારમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓ સામેના અભિયાનમાં મોટી અને મહત્વની સફળતા સાંપડી છે. રાઉરકેલા પોલીસ અને સુરક્ષા દળોએ ગુપ્ત બાતમીના આધારે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને સિલ્કુટા રિઝર્વ ફોરેસ્ટના ઘનઘોર જંગલમાંથી માઓવાદીઓનો એક મોટો ડમ્પ શોધી કાઢ્યો છે. આ ડમ્પમાંથી મોટી માત્રામાં ઘાતક હથિયારો, જીવંત કારતૂસ અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશન અંગે રાઉરકેલાના એસપી દ્વારા માહિતી અને દ્રશ્યો જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, માઓવાદીઓએ જંગલના અંતરિયાળ વિસ્તારમાં જમીનમાં છુપાવીને આ શસ્ત્રો અને વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો. સુરક્ષા દળો પર મોટા હુમલાની કે કોઈ વિધ્વંસક પ્રવૃત્તિ આચરવાની યોજનાના ભાગરૂપે આ જથ્થો ભેગો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને સુરક્ષા દળોએ સમયસૂચકતા વાપરીને નિષ્ફળ બનાવી દીધી છે.

App Store

ઘટના બાદ સિલ્કુટા રિઝર્વ ફોરેસ્ટ અને તેની આસપાસના સમગ્ર જંગલ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા શસ્ત્રો અને વિસ્ફોટકોમાં કયા પ્રકારના હથિયારો શામેલ છે તથા આ ડમ્પ કયા નક્સલી સંગઠન કે કમાન્ડરનો હતો તે અંગે પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોઈ અન્ય સ્થળે પણ આવો જથ્થો છુપાવવામાં આવ્યો છે કે કેમ તે ચકાસવા માટે જંગલમાં સર્ચ ઓપરેશન વધુ ઝડપી બનાવાયું છે. રાઉરકેલા પોલીસની આ કડક કાર્યવાહીથી નક્સલી સંગઠનોના નેટવર્કને મોટો ઝાટકો વાગ્યો છે. એસપીના નિર્દેશ હેઠળ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. ઓડિશામાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન હેઠળ મળેલી આ સફળતાને સુરક્ષા દળોની મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News